• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

સંસદ સત્ર સમાપ્ત, પણ સવાલો યથાવત્

નવી દિલ્હી, તા. 13 (વિશેષ પ્રતિનિધિ તરફથી) : સંસદનું ચોમાસું સત્ર હંગામા અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સમાપ્ત થયું, તો બીજી તરફ કર્ણાટકમાં કાવેરી જળ વિવાદ, તેલંગણામાં મતદાર યાદી સુધારણા, પશ્ચિમ બંગાળમાં  ઓબીસી અનામત અને કેરળના નામ અંગે રાજકીય ચર્ચાઓ જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યાં. અલગ-અલગ રાજ્યોના આ મુદ્દાઓ ભલે સ્થાનિક હોય, પરંતુ આ મુદ્દાઓના કેન્દ્રમાં સત્તા, અધિકાર, ઓળખ અને  સંબંધોનો એ જ મોટો સવાલ દેખાય છે. સંસદનું ચોમાસું સત્ર ગુરુવારે બંને ગૃહ અચોક્કસ મુદત માટે સ્થગિત થવાની સાથે સમાપ્ત થઈ ગયું. સમગ્ર સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચેની તીખી બોલાચાલી અને વારંવાર પડેલી અડચણોએ સંસદીય કામગીરીને અસર કરી હતી.

કર્ણાટકમાં કાવેરી મુદ્દે બંધ

કર્ણાટકમાં કાવેરી જળ વિવાદે ફરી એકવાર રાજકીય તાપમાન વધારી દીધું છે. કન્નડ સમર્થક સંગઠનોના આહ્વાન  પર ગુરુવારે રાજ્યવ્યાપી બંધ રાખવામાં આવ્યો હતો. બંધનું મુખ્ય કેન્દ્ર તમિલનાડુ સાથે કાવેરી પાણીની વહેંચણી અંગે અસંતોષ હતો.બેંગલુરુ સહિત ઘણા વિસ્તારોમાં પરિવહન અને સામાન્ય પ્રવૃત્તિઓ પર અસર પડી હતી, જોકે આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી.

તેલંગણામાં મતદાર યાદી પર નવો વિવાદ

તેલંગણામાં ચૂંટણી પંચ દ્વારા ફેમિલી રજિસ્ટર સર્ટિફિકેટ (એફઆરસી)ને સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયામાં સ્વીકાર્ય દસ્તાવેજ ન માનવાના નિર્ણયથી નવો રાજકીય વિવાદ ઊભો થયો છે.

Panchang

dd