નવી દિલ્હી, તા. 13 : ઇથેનોલમિશ્રિત
ઇ-20 પેટ્રોલ પર વિવાદ વચ્ચે દેશની
મારુતિ, ટાટા, મહિન્દ્રા જેવી
દિગ્ગજ વાહનનિર્માતા કંપનીઓએ જાહેર બેઠક પહેલાં ઇંધણમાં ભેળસેળની ચિંતાઓ ઉઠાવી હતી,
તેવું જાણવા મળે છે. વાહન નિર્માતાઓએ ભારતના 21 રાજ્યમાં 250થી વધુ ઇંધણ નમૂનાઓનું પરીક્ષણ
કર્યું હતું. વાહનનિર્માતા કંપનીઓએ 20 ટકા ઇથેનોલમિશ્રિત પેટ્રોલમાં ભેળસેળની ચિંતા પર ચર્ચા કરી હતી.
કારનિર્માતાઓએ ઇ-મેઈલથી આપેલા મત પરથી જણાય છે કે,
ખાનગી રીતે ઇ-20 પેટ્રોલમાં મોજૂદ ક્લોરાઇડ જેવા દૂષિત પદાર્થોને લઇને ઉદ્યોગજગત
ચિંતિત છે. આવા દૂષિત પદાર્થોવાળું પેટ્રોલ હોય તો તે વાહનોને નુકસાન કરે છે, તેવી ચિંતા ઓટોમોબાઇલ જગતે વ્યક્ત કરી હતી.
જો કે, જાહેરમાં તો આ કંપનીઓ સરકાર દ્વારા ઇ-20 શરૂ કરાય તેનું સમર્થન કરે
છે.