પ્રયાગરાજ, તા. 24 : બોલીવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી
કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા છે. પ્રયાગરાજના સંગમતટ પર પિંડદાન કર્યું હતું.
હવેથી તેઓ યામાઇ મમતા નંદગિરિ તરીકે ઓળખાશે. મમતાએ મહાકુંભ ખાતે કિન્નર અખાડાની મુલાકાત
લીધી હતી. ત્યાં તેમણે અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત
કરીને આશીર્વાદ લીધા હતા. અંદાજિત એક કલાક સુધી વાતચીત ચાલ્યા બાદ પદવી અપાઇ હતી. ત્યારબાદ
મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મમાતને મુદ્દે અખિલ ભારતીય અખાડાના અધ્યક્ષ રવીન્દ્રપુરી
પાસે પહોંચ્યા હતા. આ વેળાએ કિન્નર અખાડાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મમતા કુલકર્ણી
24 વર્ષ બાદ ભારત પરત ફર્યા છે.
અભિનેત્રીને ડિસેમ્બર 2024ના મુંબઈ
એરપોર્ટે જોવામાં આવ્યા હતા. વર્ષો બાદ ભારતમાં જોઈને અટકળો હતી કે તેઓ બોલીવૂડમાં વાપસી કે બીગબોસમાં
એન્ટ્રી માટે આવ્યા છે. જો કે હવે મમતા કુલકર્ણીએ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું
છે.