પ્રયાગરાજ, તા. 10 : મહાકુંભનાં ભવ્ય આયોજન સાથે જોડાયેલા કેટલાક અંદાજિત આંકડા
અચરજ પમાડનારા છે. કુંભની મુલાકાતે આ વખતે 40 કરોડ શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે. ભાવિકોની
આ સંખ્યા પાકિસ્તાનની કુલ્લ વસ્તી કરતાં બમણી જેટલી છે. કુંભની કુલ્લ કમાણી સવા લાખ
કરોડ રૂપિયા જેટલી 2019માં હતી, જે 2023ની આઇપીએલની કમાણી કરતાં 10 ગણી છે. મહાકુંભનાં
આયોજનનો ખર્ચ રામમંદિર નિર્માણ કરતાં ત્રણ ગણો છે. દુનિયાના સૌથી મોટાં સ્ટેડિયમ કરતાં
કુંભનો વિસ્તાર 160 ગણો વિશાળ છે. ચાર હજાર હેક્ટરના વિશાળ ભૂભાગ પર મહાકુંભનું આયોજન
કરાયું છે. મહાકુંભમાં ભાવિકો માટે દોઢ લાખ જાહેર શૌચાલય ઊભાં કરાયાં છે.