ભુજ, તા. 14 : તાલુકાના પદ્ધર પોલીસ મથક વિસ્તારમાંથી
પદ્ધર પોલીસે આધાર-પુરાવા વિનાના લોખંડના સળિયા સહિત કુલ રૂપિયા 65,000ના મુદ્દામાલ સાથે બે આરોપીને
ઝડપી પાડયા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, આધાર-પુરાવા વિનાના ચોરી કે છળકપટથી મેળવાયેલા લોખંડના સળિયા સાથે ચેતન માધુભાઈ
જોગી અને તાહીરખાન ચોટ્ટીલને ઝડપી લીધા હતા. પોલીસે સળિયા તેમજ જીજે 12 બીયુ 1232 નંબરની રિક્ષા અને મોબાઈલ મળી
કુલ રૂા. 65,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.