અંજાર, તા. 23 : કચ્છમાં ટ્રક કે ટેન્ક, રેલવે અને
જીપકારમાં ચોર ખાનામાં કે અન્ય વસ્તુઓની
આડમાં કચ્છમાં ઘુસાડાતો લાખોનો શરાબ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે
હવે બૂટલેગરોએ ટ્રાન્સપોર્ટ મારફત ખોટી વિગત
દર્શાવી લાખોની કિંમતનો શરાબ ઘુસાડાવાનો કિમિયો અપનાવ્યો છે. પોલીસના સત્તાવાર સાધનો
પાસેથી મળતી વિગતો મુજબ અંજારમાં ગુલાબ મીલ
પાસે આવેલા કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે આજે બપોરના અરસામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ
મામલે પોલીસે ઉષા બેન્ગલ્સ નામની ખોટી આઈ.ડી. અને
બિલ્ટી બનાવી જોધપુરથી માલ મોકલનાર, માંડવીના હિંમત જોઈસર અને ઉદય અરવિંદ
માતંગ સામે ફરિયાદ નોંધાવાઈ છે. કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટના મેનેજરે પોલીસને જોધપુરથી
આવેલા શંકાસ્પદ પાર્સલ અંગે જાણ કરી હતી. બુટલેગરોએ કપડાંથી પાર્સલ પેક કરી બોક્સની
અંદર રાખેલા બીજા બોક્સમાં શરાબની બોટલો મળી આવી હતી, તેમાંથી
વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અન્ય 13 પાર્સલ જોતાં તેમાંથી પણ બોટલો મળી આવી હતી. પોલીસે બિયરના ટીન
અને 180 એમ.એલ.ની 816 બોટલો સહિત
1.63 લાખનો શરાબ કબજે કરાયો હતો.
ફરાર આરોપીઓ એવા હિંમત સુરેશભાઇ જોઇસર (રહે. બાબાવાડી, માંડવી, મૂળ જામનગર),
ઉદય અરવિંદભાઇ માતંગ અને હુસેન સલીમ શેખડાડા (રહે. બંને દુર્ગાપુર,
તા. માંડવી)ને પોલીસે ઝડપી લીધા હતા.