• સોમવાર, 31 માર્ચ, 2025

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેનાર શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 27 : શહેરમાં 9-બી ચોકડી નજીક જાહેરમાં આંકડાનો જુગાર લેનાર શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1340 જપ્ત કરાયા હતા. દર વખતની જેમ આ વખતે પણ મોટા મગરમચ્છનું નામ જાહેર થયું નહોતું. શહેરમાં 9-બી ચોકડી નજીક હોસ્પિટલ પાસે ઊભા રહીને એક શખ્સ લોકો પાસેથી આંકડા લઇ અને પેન વડે ડાયરીમાં લખી રહ્યો હતો, દરમ્યાન આજે બપોરે અચાનક આવેલી પોલીસે આંકડા લખતા પપુ મેઘજી મહેશ્વરી નામના શખ્સને પકડી પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1340 તથા પેન-ડાયરી વગેરે હસ્તગત કરવામાં આવ્યું હતું. આ શખ્સ ઉપર કોને આંકડો લખાવતો હતો તે બહાર આવ્યું નહોતું. ગાંધીધામ, આદિપુર, અંજારમાં આંકડાની માયાજાળ સરખી પ્રસરેલી છે, તેના મુખ્ય સંચાલક કોણ છે તેની પણ તંત્રને જાણ છે, પરંતુ મધપુડામાંથી મધ મળતું હોવાથી તેમનાં નામ બહાર ન આવતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd