• બુધવાર, 12 માર્ચ, 2025

માંડવી : ચોરાઉ બેટરી વેચવા નીકળતાં પોલીસે બેને ઝડપી ભેદ ઉકેલ્યો

ભુજ, તા. 17 : માંડવીમાં ટેમ્પો (બોરવેલ)માંથી બેટરી ચોરીનો ભેદ માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. ગત તા. 12/2ના રાતથી સવાર દરમ્યાન ટેમ્પો (બોરવેલ)માં બદલેલી નવી નકોર બેટરીની ચોરી થયાની ફરિયાદ ગઈકાલે નોંધાઈ હતી. પીએસઆઈ યુ. કે. જાદવની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન પીએસઆઈ સી. વાય. બારોટને બાતમી મળી કે, ચોરીનો મુદ્દામાલ વેચવા બે ઈસમો રિક્ષાથી માંડવી બાયપાસ પરથી પસાર થવાના છે. આથી બાતમીવાળી રિક્ષાને ઉભી રખાવી તેમાંથી મળેલી બેટરી અંગે બન્નેને યુક્તિ-પ્રયુક્તિથી પુછતાછ કરતા બેટરી વાહનમાંથી ચોરી હોવાની કબુલાત આરોપી ભરત કરશનભાઈ ભાટી (મારવાડી) (માંડવી) અને કાંતિલાલ શંકરભાઈ પાતાળિયા (મહેશ્વરી) (ભારાપર, તા. માંડવી) બન્નેની અટક કરી કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd