ભુજ, તા. 25 : આજે અબડાસા તાલુકાના મોટા કરોડિયા
પાસે ગેરકાયદે બ્લેક ટ્રેપ (ખનિજ) ભરેલી ટ્રકને કોઠારા પોલીસે ઝડપી હતી. આ અંગે કોઠારા
પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ઈન્ચાર્જ પી.આઈ. બી. પી. ખરાડીની સૂચનાથી પ્રો. પી.એસ.આઈ.
ડી. પી. ચૂડાસમા તથા સ્ટાફ પેટ્રોલિંગ કરી વાહન તલાશીમાં હતા, ત્યારે મોટા કરોડિયાના બસ સ્ટેન્ડ પાસે બ્લેક
ટ્રેપ (ખનિજ) ભરેલી ટ્રક નં. જી.જે. 12 ટી. 6424ના ચાલકને
આ બ્લેક ટ્રેપ અંગેના રોયલટી કે આધાર-પુરાવા માગતાં તે રજૂ કરી શક્યો નહતો. આથી ખાણ-ખનિજ
ધારા કલમ-34 મુજબ વાહન ડિટેઈન કરી ખાણ-ખનિજ
વિભાગને રિપોર્ટ કર્યાનું કોઠારા પોલીસે જણાવ્યું છે.