ભુજ : હાલે આણંદ કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ ડો. વિજયભાઈ
મહેતા (ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને ડીન વેટેરનરી કોલેજ) (ઉ.વ. 85) તે સ્વ. મનહરલાલ
લધુભાઈ મહેતાના પુત્ર, સ્વ. પ્રફુલ્લાબેનના પતિ, ભારતી ભાવેશ શાહ (ગાંધીનગર), ગૌતમ
(એલઆઇસી)ના પિતા, સ્વ. અજિતભાઈ, સ્વ. રાજુબેન શશિકાંત શાહ, સ્વ. કોકિલાબેન રજનીકાંત
દોશી, અશોકભાઈ શાહ (એસબીઆઇ), સુકન્યા રમેશ મહેતા (સુરત)ના ભાઈ, સ્વ. નવીનભાઈ વિકમશી
મહેતા (માંડવી)ના જમાઈ તા. 19-11-2024ના આણંદ ખાતે અવસાન પામ્યા છે.
ભુજ : રમજુભાઈ ઉમરભાઈ ઈશાણી (ઉ.વ. 96) તે નઝીરભાઈ, રહીમભાઈ,
આબીદભાઈ, અઝીઝભાઈ ઈશાણીના પિતા, ઈશાકભાઈ (ઈશોબાપા)ના ભાઈ તા. 20-11-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 22-11-2024ના શુક્રવારે સવારે 10થી 11 બકાલી મસ્જિદ, ક્રિષ્ના
પેટ્રોલપંપ પાસે, પાટવાડી નાકા બહાર.
ભુજ : વડનગરા નાગર સુનીલભાઇ ઘનશ્યામભાઇ બૂચ (ઉ.વ. 67) તે જયશ્રીબેનના
પતિ, હેલ્મી, વંશના પિતા, નિજીલ મલ્હારભાઇ બૂચના કાકા, જયાબેન કિરીટભાઇ સોનીના બનેવી
તા. 18-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11- 2024ના ગુરુવારે સાંજે
5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ભુજ : પ્રભાશંકર ખીમજી રાજગોર (ઉ.વ. 80) તે ધનલક્ષ્મીબેનના પતિ,
અશ્વિન, પલ્લવીબેન, શાલિનીબેનના પિતા, પ્રતાપભાઈ જોષી, મમતાબેનના સસરા, ભક્તિ, રત્નાના
દાદા, ભૂમિ, ગીતના નાના, સ્વ. માવજી ગોપાલ, સ્વ. કાનજી ગોપાલ, સ્વ. હીરજી ગોવિંદજી,
સ્વ. પ્રભાશંકર ગોવિંદજીના ભત્રીજા, સ્વ. શાકરીબેન પરસોત્તમ (માતાના મઢ), જેન્તીબેન
હરિશંકર (ભુજ)ના ભાઈ, મેઘજી વસતા જોષી (મોરજર)ના જમાઇ તા. 18-11-2024ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની સાદડી તા. 21-11-2024ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી
ચાગબાઈ સુંદરજી હોલ, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ/માધાપર : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ચમનલાલ ઓઝા (રિટા. પોસ્ટ
માસ્તર) (ઉ.વ. 84) તે સ્વ. ગુલાબબેન નાનાલાલ ઓઝાના પુત્ર, સ્વ. હંસાબેનના પતિ, લોમેસ
(પોસ્ટ ખાતું), નયન, કવિતાના પિતા, સ્વ. મનસુખલાલ જુઠાલાલ ત્રિવેદીના જમાઇ, ભરતભાઇ,
સ્વ. મુકેશભાઇ, સ્વ. જશવંતભાઇના બનેવી, અંજનાબેન, બીનાબેન, રસીલાબેનના નણદોયા, સ્વ.
અનિલ, સ્વ. દિનેશ, રજનીકાંત ઓઝા, બકુલભાઇ, જયવંતીબેનના મોટા ભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ.
અરવિંદભાઇ, સ્વ. વસંતભાઇ, વિદ્યાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. નાનીબેનના કાકાઇ ભાઇ, કુસુમબેન,
પ્રતિમાબેનના જેઠ, જુઇ, રિદ્ધિ, પાર્થ, સ્વ. ધૈર્યના મોટા કાકા, મનન, મિહિર, વૈભવી,
પલના દાદા, ગાયત્રી, કોમલ, મયૂર, હિરેન, યોગીતા, ધર્મિષ્ઠા, દીપિકાના ફુઆ તા.
18-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2024ના ગુરુવારે સાંજે 4થી
5 લોહાણા મહાજન સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.
ગાંધીધામ : ગં.સ્વ. ભગવતીબેન (ઉ.વ. 83) તે મૂળ ભદ્રેશ્વરના સ્વ.
મહેશચંદ્ર વલ્લભજી ઠક્કરના પત્ની, સ્વ. વિશનજી મૂરારજી ખાંટ (માંડવી)ના પુત્રી, પંકજભાઇ
(પંકજ એજન્સી), ગીતાબેનના માતા, શિલ્પાબેન પંકજભાઇ ઠક્કર, અજિતકુમાર દામજી પલણ (પપ્પુ
મેડિકલ)ના સાસુ, સ્વ. તુલસીદાસભાઇ (ગાંધીધામ), હંસરાજભાઇ, ચંદ્રસેનભાઇ (જલગાંવ), મોહનભાઇ
(પૂણે), સ્વ. કંકુબેન વાગજીભાઇ પલણ (અંજાર)ના ભાભી, સ્વ. પ્રફુલ્લાબેન, પ્રવીણાબેન
(જલગાંવ), પુષ્પાબેન (પૂણે)ના જેઠાણી, પ્રતીક, હર્ષ (શ્રી મેડિકલ), શ્વેતા, ચાંદનીના
દાદીસાસુ, કુશના નાની, વિધિ કુશના નાનીસાસુ, ધીમહિના મોટા દાદી, જયેશ, તુષાર (જલગાંવ),
જિજ્ઞા, દીપ્તિ, શીતલ (નાગપુર), ભાવિની (પૂણે)ના મોટા કાકી તા. 19-11-2024ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ
મંદિર હોલ, હોટેલ શિવ રેજન્સીની પાછળ, ભાઇપ્રતાપ સર્કલની બાજુમાં, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ તુણા (તા. અંજાર)ના પેથાભાઇ દેવશીભાઇ વાઘમશી (ઉ.વ.
86) તે સ્વ. ચોથીબેન દેવશીભાઇ મેપાભાઇના પુત્ર, સ્વ. અજીબેનના પતિ, તેજાભાઇ, ડાયાભાઇ,
રવજીભાઇ, શાંતિલાલ, અમૃતલાલ, જયાબેન, રુક્ષ્મણિબેનના પિતા, સ્વ. ખીમીબેન મેઘજીભાઇ હડિયાના
જમાઇ, જયાબેન, મણિબેન, સ્વ. ભગવતીબેન, દેવુબેન, અનસૂયાબેન, શામજીભાઇ કાતરિયા, પ્રભુભાઇ
બાંભણિયાના સસરા તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2024ના
શુક્રવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજ (જૂની સમાજવાડી), શિણાય ખાતે.
અંજાર : પ્રજાપતિ રવિલાલ ડાયાભાઇ હમીપરા (ઉ.વ. 64) તે ભારતીબેનના
પતિ, સ્વ. મેઘીબેન તથા ડાયાભાઇ ભૂરાભાઇ હમીપરા (ભચાઉવાળા)ના પુત્ર, હિરેનભાઇ (ઓસ્ટ્રેલિયા)ના
પિતા, અમૃતલાલ, વિનોદભાઇ, શાંતિલાલ, વાલીબેનના ભાઇ, પ્રીતિબેનના સસરા, હંસરાજભાઇ મલુભાઇ
વારૈયા (અંજાર)ના સાળા, સ્વ. લક્ષ્મીબેન તથા જીવરામભાઇ ભચુભાઇ ભલાણી (ભઠ્ઠાવાળા) (ભચાઉ)ના
જમાઇ, સ્વ. નારણભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇ, ગૌરીબેન, પુષ્પાબેન, ભગવતીબેન, જયાબેનના બનેવી,
સ્વ. જેન્તીલાલ, સ્વ. ચમનલાલ, ચંદુલાલ, મનસુખલાલ, જેરામભાઇ, સ્વ. શાંતિલાલ, સુનીલભાઇ,
અમૃતબેન, ઇન્દુબેનના મોટાબાપાના ભાઇ, જેન્તીલાલ, સ્વ. દેવજીભાઇ, રમણીકલાલ, ઉમેદભાઇ,
શૈલેષભાઇ, કાશીબેન, દમયંતીબેનના કાકાઇ ભાઇ, વસંતભાઇ રણછોડભાઇ વારૈયાના વેવાઇ, જયાબેન
કેશવજીભાઇ ચોનાણીના ભત્રીજા તા. 18-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
22-11-2024ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રઘુનાથ મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રસિકલાલ જાદવજી પંડયા (સાઈ
મંદિર, રામવાડી-આદિપુરના પૂજારી) (ઉ.વ. 70) તે સ્વ. જયાબેન જાદવજી પંડયાના નાના પુત્ર, સ્વ. મહાશંકરભાઈ, સ્વ.
જયસુખલાલ, સ્વ. મગનલાલ, સ્વ. મધુબેન ઉમિયાશંકર ઠાકરના નાના ભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ.
સુશીલાબેન, ગં.સ્વ. મંજુલાબેનના દિયર, ભરતભાઈ, ધીરજભાઈ, જિતેન્દ્રભાઈ, હસમુખભાઈ, હંસાબેન
સુભાષચંદ્ર ઉપાધ્યાય, જ્યોત્સનાબેન મનસુખલાલ જોશી, પ્રજ્ઞાબેન તરુણકાંત પંડયા, જિજ્ઞાબેન
તનસુખકુમાર પંડયા, નીલેશ, હરેશના કાકા, કમલબેન, મયૂરીબેનના કાકાજી સસરા તા.
19-11-2024ના નડિયાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2024ના ગુરુવારે
સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીંબી કોઠા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ
નથી)
અંજાર : મૂળ ધનબાદના લોહાર ભૂપેશભાઇ લાલજી દાવડા (ઉ.વ. 54) તે
જ્યોતિબેનના પતિ, સ્વ. રાધાબેન લાલજીભાઇના પુત્ર, ધીરુભાઇ, સ્વ. ભરતભાઇ, વિનોદભાઇ,
હરેશભાઇના ભત્રીજા, સ્વ. ભારતીબેન જશવંતભાઇ આસોડિયા, આરતીબેન અશોકભાઇ આસોડિયા, કિશોરભાઇ,
રાજેશભાઇ, પ્રવીણભાઇના મોટા ભાઇ, મોનિકાબેન, મહેકબેનના જેઠ, વૈભવ, માહી, સિયા, ક્રિષ્નાના
મોટાબાપા, કેતન, રશ્મિ, કિંજલ, નેહા, દક્ષ, આયુષના મામા, સ્વ. રતનબેન શામજીભાઇ પરમાર
(આદિપુર-ભુજવાળા)ના જમાઇ તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
22-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાર સમાજવાડી, વિશ્વકર્મા ભવન, ગંગા નાકા પાસે,
અંજાર ખાતે.
અંજાર : મનસુખભાઇ ગોવિંદભાઇ ગુદરાસણિયા (ઉ.વ. 55) તે ગં.સ્વ.
કુંવરબેન ગોવિંદભાઇ ગુદરાસણિયાના પુત્ર, શારદાબેનના પતિ, જશુબેન વાલજીભાઇ મેસૂરાણીના
જમાઇ, ગં.સ્વ. વેજીબેન ધનજીભાઇ, જમનાબેન બાબુભાઇના ભત્રીજા, જયાબેન વિનોદભાઇના મોટા
ભાઇ, સપનાબેન સુનીલ, મિત્તલબેન અશ્વિનભાઇ, નેહાબેન રવિભાઇના પિતા તા. 19-11-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2024ના શુક્રવારે સવારે 10થી 11 સોરઠિયા સમાજવાડી,
રાધાકૃષ્ણ વાડી, રામનગર, અંજાર ખાતે.
મુંદરા : મૂળ સાંયરા (તા. અબડાસા)ના મંધરા હાજિયાણી હવાબાઇ
(ઉ.વ. 55) તે મંધરા હાજી ઇસ્માઇલ હાજી ઓસમાણ (માસ્તર)ના પત્ની, હાજી અબ્દુલ હમીદ, હાજી
અબ્દુલ કરીમ, હાજી અનવર હુશેન, હાજી મોહમદ હનીફના માતા, સાલેમોહમદ, હાજી નૂરમોહમદ,
હાજી ઇબ્રાહિમ, અબ્દુલ મજીદના ભાભી, મોહમદ આમદ માણેક, યુસુફ આમદ માણેક (અંજાર)ના બહેન
તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-11- 2024ના શનિવારે સવારે
11 કલાકે નિવાસસ્થાન સાંયરા (તા. અબડાસા) ખાતે તથા તા. 20-11-2024ના બુધવારે તથા તા.
21-11-2024ના ગુરુવારે તાજિયત નિવાસસ્થાન ડાયમંડ સોસાયટી, ગુંદાલા રોડ, મુંદરા ખાતે.
નખત્રાણા : કુંવરબેન વિશ્રામભાઇ રાજાણી (ઉ.વ. 74) તે વિશ્રામભાઇના
પત્ની, ભચીબેન (જગદલપુર), કુંવરબેન (ઠાસરા), જયંતીભાઇ (કોલકાતા), લક્ષ્મીબેન (વિથોણ),
ગંગાબેન (રાયપુર), લીલાબેન (રાયપુર), જયાબેન (હૈદરાબાદ), હિંમતભાઇ (હૈદરાબાદ)ના ભાભી,
રમેશભાઇ, જિતેન્દ્રભાઇ, ખીમજીભાઇ, પ્રીતમભાઇ, નયનાબેન (ભરૂચ), નરેન્દ્રભાઇ, યોગિતાબેન
(હૈદરાબાદ)ના માતા, ચંદ્રેશભાઇ, નેહાબેન (બેંગ્લોર), સચિનભાઇ, ગિતેશભાઇ, હિતેષભાઇ,
વિનયભાઇ, પ્રિયાબેન, વેદભાઇના દાદી, વેદાંત, સાનવી, ધૈર્યના પડદાદી તા. 20-11-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21થી 23-11-2024ના ગણેશ ભવન, નાના નખત્રાણા રોડ,
જૂનાવાસ ખાતે.
ભચાઉ : દિલીપગર અમરતગર ગુસાઇ (ઉ.વ. 45) તે અમરતગર મંગલગરના પુત્ર,
ગવરીગર મંગલગર, રતનગર મંગલગર, મુક્તાબેન ધનગર (અંજાર), જશોદાબેન કેશવગર (ભુજ), મંજુલાબેન
ગુલાબગર (અંજાર)ના ભત્રીજા, કલ્પનાબેનના પતિ, રાજેશગર અમરતગર, આનંદગર અમરતગર, સીમાબેન
અશ્વિનગર (તુણા)ના મોટા ભાઇ, કાશીગર શંકરગર (તુણા)ના જમાઇ, સાગરગર અને દિવ્યાના પિતા
તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન
ઘંટીવાસ, જલારામ મંદિર પાસે, ભચાઉ ખાતે.
રાપર : માલી બાઉબેન ધરમશીભાઇ માનાણી (ઉ.વ. 70) તે સ્વ. ધરમશીભાઇ
માલાભાઇ માલીના પત્ની, સ્વ. દેવશીભાઇ, માવજીભાઇ, ભગવાનજી, નવીનભાઇ, નરેન્દ્રભાઇ, જમણીબેન,
કમુબેન, સવિતાબેન, કાંતાબેનના માતા તા. 18-11-2024ના અવસાન પામ્યા છે. સામાજિક લોકાચાર
તા. 22-11-2024ના શુક્રવારે નિવાસસ્થાન અયોધ્યાપુરી ખાતે તથા પ્રાર્થનાસભા તા.
22-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 માલી સમાજવાડી, રાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઘાણીથરના ચંદ્રિકાબેન દયાલગર ગુસાઇ
(ઉ.વ. 71) તે સ્વ. દયાલગર નરસંગરના પત્ની, સ્વ. જાલમગર નરસંગર, પ્રભાતગર નરસંગર, સ્વ.
રતનબેન, સ્વ. અમૃતબેન, પ્રેમિલાબેનના ભાભી, ધર્મેન્દ્રગર, ચંદનગર, સવિતાબેન કનકગિરિ,
ચંપાબેન મણિગર, જયશ્રીબેન પરસોત્તમગર, સોનલબેન પ્રવીણગર, દક્ષાબેન, સ્વ. હેમલતાબેનના
માતા, ધારાબેન, મોનિકાબેનના સાસુ, ગવરીગર, ઘનશ્યામગર, ભરતગર, રમેશગર, પ્રવીણગરના કાકી,
ત્રિશા, રુદ્ર, હાર્દિક, કિશન, વિનુ, હર્ષિલના દાદી, સ્વ. મીઠીબેન ભુરાગર (લુડવા)ના
પુત્રી, સ્વ. ગોવિંદગર, સ્વ. કરશનગર, સ્વ. ધનગર, સ્વ. શંકરગર, ગં.સ્વ. મણિબેનના બહેન
તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2024ના સાંજે 4થી 5 સોરઠિયા
સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : જાડેજા દેવેન્દ્રસિંહ રતનજી (ઉ.વ.
20) તે રતનજી વેલુભાના પુત્ર, જુવાનસિંહના ભાઇ, સ્વ. કેણુભા, ભરતસિંહ, અરવિંદસિંહના
ભત્રીજા, જયદીપસિંહ, દર્શનસિંહ, વિક્રમસિંહ, યુવરાજસિંહના કાકાઇ ભાઇ અવસાન પામ્યા છે.
બેસણું તા. 23-11-2024ના શનિવારે રાજપૂત સમાજવાડી, મોટા કાંડાગરા ખાતે.
સમાઘોઘા (તા. મુંદરા) : સોનબાઇ કેશાભાઇ કોચરા (ઉ.વ. 90) તે સ્વ.
કેશા રામા કોચરાના પત્ની, આતુભાઇ, પુનશીભાઇ, પરમાબેનના માતા, બાબુ થાવર, હરશી થાવરના
બહેન, મહેશ, ઉર્મિલા, સિદ્ધાર્થ, ગોપીના દાદી, આતુભાઇ ડુંગડિયા, દેવશીભાઇ ફુલિયાના
સાસુ તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી સમાઘોઘા (તા. મુંદરા) ખાતે અને તા.
24-11-2024ના રવિવારે આગરી તથા તા. 25-11-2024ના સોમવારે ઘડાઢોળ (પાણી) મહેશ્વરીવાસ,
સમાઘોઘા ખાતે.
બાડા (તા. માંડવી) : પચાણજી બાપુજી જાડેજા (માજી સરપંચ) (ઉ.વ.
85) તે સ્વ. મમુજી, સ્વ. ભાયજીભા, ગોવિંદજી, પ્રતાપસિંહ, ભાટી પામબા સામતજી (ખુડા),
ભાટી કેણાબા પ્રાગજી (ખુડા)ના ભાઇ, દેવાજી, સતુભા, ખેંગારજી, કલ્યાણજી, જટુભા, સામબા
અભેસિંહ ભાટી (બાયઠ), કંચનબા જયસિંહ ભાટી (બાયઠ)ના પિતા, કાનજી, રણજિતસિંહ, નારુભા,
પતુભાના કાકા, રતનજી, ભરતસિંહ, અનોપસિંહ, રાયબજીના મોટાબાપુ, દિલીપસિંહ, ભાવિનસિંહ,
ગોપાલજી, પ્રદીપસિંહ, કરણસિંહ, ધર્મરાજ, સ્વરૂપસિંહના દાદા, સોઢા રાણુભા સંગ્રામજી
(મોડકુબા)ના બનેવી તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (ઘડાઢોળ) તા.
30-11-2024ના શનિવારે તેમજ સાદડી ભાયાતની ડેલી, બાડા ખાતે.
કોડાય (તા. માંડવી) : વિશ્રામ કાનજી ગાજપરિયા (ઉ.વ. 85) તે ધનબાઇના
પતિ, નારાણભાઇ, શિવજીભાઇ, સ્વ. અરવિંદભાઇના પિતા, કલ્પેશ, પ્રથમ, જીતુ, મિતેષ, વર્ષાબેન,
ક્રિષ્નાબેન, દીપકના દાદા, સવિતાબેનના સસરા તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-11-2024ના શુક્રવારે સવારે 7.30થી 8.30 બહેનો માટે નિવાસસ્થાને અને ભાઇઓ માટે
સ્વામિનારાયણ ગુરુકુળ, કોડાય પુલ, પેટ્રોલપંપની બાજુમાં, કોડાય ખાતે.
વેરસલપર (તા. નખત્રાણા) : હાલે ડોમ્બિવલી (મુંબઇ) નિશાબેન અશોક
શામજી પોકાર (ઉ.વ. 45) તથા નિર્મિત અશોક શામજી પોકાર (ઉ.વ. 25) તે અશોકભાઈ શામજી પોકારના
પત્ની અને પુત્ર, સ્વ. ગંગાબેન શામજી નારણ પોકારના પુત્રવધૂ અને પૌત્ર, જીત અશોક પોકારના
માતા અને મોટા ભાઈ, અરાવિંદ શામજી પોકારના નાના ભાઈના પત્ની અને પુત્ર, સરલાબેન અને જગદીશભાઈ ખીમજી માવાણી (રત્નાપર-દહીંસર)ના
ભાભી અને ભત્રીજા, મીનાબેનના દેરાણી અને દીકરા, ઝૈનિશ અને કૃપાબેન વાસાણી (મદનપુરા-બદલાપુર)ના
કાકી અને ભાઈ, જીનલ ઝૈનીશ પોકાર, જગત પુરુષોત્તમ વાસાણીના કાકીજી અને દિયર/સાળા, દેવ અને વિહાના દાદી અને કાકા, સ્વ. ગંગાબેન અને
ઈશ્વરભાઈ કેશુભાઈ ભાવાણી (બોરીવલી)ના પુત્રી અને દોહિત્ર, શિલ્પાબેન ચેતન નાકરાણી,
દીપિકાબેન જયંતી પોકાર, સાગરભાઈ ઈશ્વરભાઈ ભાવાણીના બહેન અને ભાણેજ તા. 19-11-2024ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 23-11-2024ના સવારે 8થી 11 બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી,
વેરસલપર ખાતે.
ખીરસરા-રોહા : હાલે મુલુંડ (મુંબઇ) પ્રાચી માવાણી (ઉ.વ. 29)
તે કેવલના પત્ની, વિનેશ અને રમીલાના પુત્રવધૂ, મણિબેન શામજી ખેતશીના પડ-પુત્રવધૂ, ગીતાબેન-વીરેન્દ્ર
તથા રચના-વિઠ્ઠલના ભાતૃ પુત્રવધૂ, ધુલ્લી, નીકિતા-સંકેત, ઋતુ-સિદ્ધાર્થ, જીનલ-કૌસ્તુભ,
ઊર્જા, વિવાનના ભાભી, મંશ અને ધાનિવના કાકી, શર્મિલા-શાંતિલાલ રતનશી સેંઘાણી (ગઢશીશા
હાલે મલાડ)ના પુત્રી તા. 18-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-
2024ના સવારે 8.30થી 11.30 ખીરસરા (રોહા) પાટીદાર સમાજવાડી ખાતે.
ચોબારી (તા. ભચાઉ) : ભરતભાઇ વિસનજી ખીરા (ચોબારીના ગામગોર, લોહાણા
સમાજના થાનાઈ) તા. 19-11-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા.
21-11-2024ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ચોબારીથી નીકળશે.
આધોઇ (તા. ભચાઉ) : માનણભાઈ રવાભાઈ વાઘેલા (ઉ.વ. 70) તે સ્વ.
સોનીબેનના પતિ, અમરાભાઇ વાઘેલા, સ્વ. રૂપાભાઈ વાઘેલા, સ્વ. કેશાભાઈ વાઘેલા, સ્વ. દલાભાઈ
વાઘેલાના ભાઈ, રમણીકભાઇ, પ્રેમજીભાઇ, જમનાબેન, ભીનાબેનના પિતા, ગેલાભાઈ, ડાયાભાઈ, હમીરભાઇ,
મનજીભાઈ, લાખાભાઈ, શામજીભાઈ, અરાવિંદભાઈ, પ્રવીણભાઈ, કાનજીભાઈના કાકા, દીપકભાઇ, હિતેષભાઇ,
પીયૂષભાઇ, સીતુબેન, હાર્દિકભાઇ, વંદનાબેન, કોમલબેન, દિવ્યાબેન, મયૂરીબેન, રોહિતભાઈ,
પ્રિયાબેન, વિપુલભાઈ, પ્રકાશભાઇ, હિનાબેન, નેહાબેન, રંજનબેન, પ્રિતેશભાઇ, ધ્રુવભાઇ,
પીયુબેનના દાદા, પરમાર નાગજીભાઈ રામા (વિજપાસર), સાંચલા વિનોદભાઇ પાલા (ગાંધીધામ)ના
સસરા તા. 20-11-2024ના અવસાન પામ્યા છે, લોકાચાર જાગપાટ તા. 22-11-2024ના શુક્રવારે
સવારે નિવાસસ્થાને આધોઈ ખાતે.
નલિયા (તા. અબડાસા) : માહેશ્વરી વણિક નવલબેન મહેશચંદ્ર મલ્લ
(ગાંધી) (ઉ.વ. 74) તે સ્વ. મહેશચંદ્ર ગોવિંદજી મલ્લ (ગાંધી)ના પત્ની, સ્વ. વિશનજી તેજપાલ
ભોપા (સુજાપર)ના પુત્રી, જયાબેન (ભુજ), ખુશાલભાઇ (પનવેલ), સ્વ. રતિલાલભાઇ (ભાંડુપ)ના
બહેન, સ્વ. વિનયચંદ્ર, સ્વ. વસંતભાઇ, દીપકભાઇના ભાભી, ગં.સ્વ. કુસુમબેન, રેખાબેનના
જેઠાણી, ગં.સ્વ. કૌશલ્યાબેન મનસુખભાઇ (મા.મઢ), હિનાબેન વિજયભાઇ માહેશ્વરી (ગાંધીધામ),
નીતેશભાઇ (મા.મઢ), મનોજભાઇ, દેવેન્દ્રભાઇના માતા, પાયલબેન, ઉર્મિલાબેન, જ્યોતિબેનના
સાસુ, શીતલબેન (પનવેલ), ભારતીબેન (ડોમ્બીવલી), જાગૃતિબેન (દયાપર), શિલ્પા, નિખિલ, ભરત,
કીર્તિના મોટીમા, સુજલ, પાર્થ, પ્રિન્સ, રાધિકા, કપિલ, ધૈર્ય, રુદ્રાંશના દાદી તા.
20-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2024ના સાંજે 4થી 5 કચ્છી ગુર્જર
લુહાર સમાજવાડી, લુહાર ફળિયા, નલિયા ખાતે.
કેરવાંઢ (તા. અબડાસા) : કેર જેનાબાઈ રમજાન (ઉ.વ. 65) તે સતાર,
જુણસ, રજાક મૌલાના, અબ્દુલ કરીમ મૌલાનાના માતા, ઈસ્માઈલ લાખાના ભોજાઈ તા.
20-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 23-11-2024ના કેરવાંઢ મદરેસા ખાતે.
સાંધવ/રાજકોટ : મૂળ સાંધવ (કચ્છ)ના મહેશગિરિ જેરામગિરિ ગોસ્વામી
(ઉ.વ. 71) (રામનાથ રોડવેઝ) તે સ્વ. સેજબાઈબેન જેરામગિરિના પુત્ર, હેમલતાબેનના પતિ,
સ્વ. શ્યામગિરિ કલ્યાણગિરિ (મિરજાપર)ના જમાઈ, વિશાલગિરિ, મૌલિકગિરિ, મિલનગિરિ, ડિમ્પલના
પિતા, મનોજગિરિ, મનીષગિરિ (બંને મિરજાપર) પ્રભાબેન, ભાનુબેન (બંને આદિપુર)ના બનેવી
તા. 18-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-11-2024ના શનિવારે સાંજે 4થી 5 દશનામ
ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.