• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : વિજયસિંહ હીરજી પુરોહિત (ઉ.વ. 76) (સિનિયર સિટીઝન કાઉન્સિલ પ્રમુખ) તે કેશરબેન હીરજીભાઇ પુરોહિતના પુત્ર, શીલાબેનના પતિ, રચના માલવ પડિયા (અમદાવાદ)ના પિતા, સ્વ. લાલજીભાઇ, સ્વ. જેઠાલાલ, સ્વ. લક્ષ્મીદાસ (એસ.ટી.), સ્વ. જયંતીલાલ (કલેક્ટર કચેરી), રાજેન્દ્ર (રાજુભાઇ) (જિ.પં.), સ્વ. કસ્તૂરબેન મોહનલાલ પણિયા, જમનાબેન ભગવાનદાસ જોષી, સ્વ. તારાબેન ચંદ્રકાન્ત ઉપાધ્યાય (માંડવી)ના ભાઇ, સ્વ. જયાબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. ભગવતીબેન, ગં.સ્વ. જયશ્રીબેનના દિયર, સ્વ. રેખા, ભાવના (જિ.પં.)ના જેઠ, સ્વ. ભાનુભાઇ, રામદાસ (મહારાજ ટ્રાન્સપોર્ટ), સ્વ. વિણાબેન જિતેન્દ્ર વાસુ (અંજાર), આશિષ, તેજસ, દિનેશ, સ્વ. મહેશ, યોગેશ (રચના એન્ટરપ્રાઇઝ), સ્વ. જલ્પા, જુલીના કાકા, દક્ષા, બબીતા, મીના, હીરલના કાકાજી, સ્વ. સરસ્વતીબેન અમૃતલાલ ખીમજી વાસુના જમાઇ, સ્વ. તરલાબેન, પંકજભાઇ, મીનાબેનના બનેવી, ઝંખનાના ફુવા, જયદીપ, સ્વ. ચમનલાલ, સ્વ. ચંદુબેન, મીતા, તૃપ્તિ, દર્શન, મીનલ, ફાલ્ગુનના મામા, આરતી, પૂજા, ખુશ્બૂ, હેમાંશી, રાજ, દેવ, હેત, પ્રિત, ત્રિશા, કહાનના દાદા, માનુસના નાના તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ નાના આસંબિયા (તા. માંડવી)ના કુલસુમબેન ગાભાભાઇ સુલેમાન સમેજા (ઉ.વ. 65) (નિવૃત્ત મુખ્ય શિક્ષિકા) તે ગુલામહુશેન ગાભાભાઇ સમેજા (નિવૃત્ત આઇ.ટી.આઇ. ઇન્જિ.)ના બહેન, મહમંદ હુશેન અંજારિયા (નાસિક), મ. લિયાકતઅલી બાયડ (અંજાર), ઇમાનુલ્લા પઠાણ (મહેસાણા), ઉસ્માન ઇબ્રાહીમ જુણેજા (નિવૃત્ત એ.એસ.આઇ. માંડવી)ના સાળી તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2024ના મંગળવારે સવારે 10થી 11 મસ્જિદે આઇસા, સુમારા ડેલી, ભુજ ખાતે.

ભુજ : મૂલરાજ જેરામ ઘેલા (ઉ.વ. 80) (નિવૃત્ત કર્મચારી, ઘનિષ્ઠ પશુ ઉછેર કેન્દ્ર, બન્ની વિકાસ ફાર્મ કચેરી) તે ગં.સ્વ. પંકજબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન જેરામ ઘેલાના પુત્ર, સ્વ. પોપટલાલ, વિશનજી આણંદજીના ભત્રીજા, સ્વ. ભાગ્યરથી લાલજી સોનેજીના જમાઇ, ઉદય (બી.એમ.ડબલ્યુ.-મિરજાપર), અરુણ (આશાપુરા ટાયર્સ-મુંદરા)ના પિતા, રીમા (શિશુકુંજ સ્કૂલ, સ્પા એકેડેમી), સંગીતાના સસરા, શ્રદ્ધા, જલ, આદિત્યના દાદા, હરિલાલ (એડવોકેટ), ડાહ્યાલાલ, ભાવનાબેન સત્યદેવ વલેરા, સુરેશ, જેષ્ઠારામ, પ્રદીપના ભાઇ, મનોજ, બંકીમ, દર્શના, દક્ષા, પરેશ, પ્રકાશ, ધર્મેશ, ચૈતાલી, હેતલ, પ્રીતિ, જ્યોતિના કાકા, સ્વ. મંગળાબેન યજ્ઞેશચંદ્ર ભટ્ટ તથા સ્વ. વિજયાબેન રમેશચંદ્ર મચ્છરના વેવાઇ તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : નારાણ માયા બડગા (ઉ.વ. 63) તે સ્વ. જીવાબેન માયાભાઇ બડગાના પુત્ર, બબીબેનના પતિ, પચાણ માયા, ગોપાલ માયા, સ્વ. મેઘજી માયા, ડાયા તામલ (બળદિયા), પરબતભાઇ માંડણ (બળદિયા), ગં.સ્વ. લક્ષ્મીબેન ગેલારામ બોખાણી (આદિપુર), લાછુબેન હરજી સીજુ (ભુજોડી), ગં.સ્વ. લતાબેન ભારમલ ગંઢેર (ભુજ)ના ભાઇ, રોહિત, નીતા દિનેશ ખોખર (આદિપુર), નીલેશના પિતા, ગોવિંદ, અર્જુન, પરેશ, પ્રતીક, શામજી, દેવલ રામજી બોખાણી (આદિપુર), રેખા રાજેશ લોંચા (આદિપુર)ના કાકા, ભાવનાબેન રોહિત તથા પ્રેમિલાબેન નીલેશના સસરા, ધ્રુવી, નિશા, ધૈર્ય, ઉદય, મીરા, ચિરાગ, પાયલ, જૈનિલ, હેમાંગ, નવ્યાના દાદા, સ્વ. આણંદરામ ખેતા કુદેચા (ગાંધીધામ)ના જમાઇ તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-6-2024ના સોમવારે બારસ (આગરી) અને તા. 25-6-2024ના સવારે પાણીયારો નિવાસસ્થાન શાત્રીનગર, રામદેવ પીર મંદિર પાસે, ભુજ ખાતે.

ભુજ : પઠાણ હલીમાબાઇ (ઉ.વ. 75) તે આમદ (ગુગલો)ના પત્ની, મ. ઇભરાઇમ, હાસમ, રજાકના માતા, અલ્ફાજ ઇભરાઇમના દાદી, મુસ્તાક મુસા ગગડાના સાસુ, સમા ફકીરમામદ, કાસમના બહેન તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2024ના મંગળવારે સવારે 9થી 10, કામરૂ દેસા, સંજયનગરી, ગણાત્રા મિલની સામે, ભુજ ખાતે.

માંડવી : મૂળ કોડાયના શાહ બંસરીબેન વિશનજીભાઇ (ઉ.વ. 70) તે શાહ ઇન્દિરાબેન વિશનજીભાઇના પુત્રી, કચ્છના શાહસોદાગર કલ્યાણજી ધનજીના પૌત્રી, નીનાબેનના બહેન, રીટાબેન રોબિનભાઇ (અમેરિકા), શિલ્પાબેનના કાકાઇ બહેન તા. 23-6-2024ના માંડવી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

માંડવી : રાધાબેન રામજી ચૂડાસમા (ખારવા) (ઉ.વ. 75) તે મનસુખભાઈ તથા ભાવનાબેનના માતા, અંજનાબેનના સાસુ, કૃપાલી, કિષ્નાના દાદી તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે સાંજે 5થી 6 ખારવા સમાજની મઢી, માંડવી ખાતે ભાઈઓ-બહેનોની સાથે.

દહીંસરા (તા. ભુજ) : ઉમરભાઇ હારુનભાઇ ખલીફા (ઉ.વ. 58) તે હાસમ હારુન ખલીફા, હાજી હારુન અબ્બાસના ભાઇ, ઇરફાન અને ઇમરાનના પિતા, સાહિલ, ઝુબેર, ફરહાનના દાદા, કરીમ હાજી અલીમામદ (સલાયા)ના સસરા, મ. હુશેન?ખમીશા ખલીફા (ધુણઇ)ના જમાઇ, મ. અમીનાબાઇ હાસમ તથા હાજિયાણી શરીફાબાઇ હાજી આમદ ખલીફાના ભાઇ તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2024ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન પુનડી રોડ, દહીંસરા ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : જુણેજા શકીનાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ. 82) તે જુસબ (ધુલો), કાસમ, સુલેમાન, અબ્દુલ, મ. ગનીના માતા, હુશેની ઇબ્રાહીમ, અબ્દુલ ઇબ્રાહીમ (માંડવી)ના બહેન તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2024ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.

તલવાણા (તા. માંડવી) : નારાણભાઇ કેશરાભાઇ પોકાર (ઉ.વ. 61) તે મોઘીબેનના પતિ, સ્વ. રમણભાઈ, હરિભાઈ, ધીરજભાઈના ભાઈ, સરસ્વતી, નીતિન, શિલ્પાના પિતા, સુરેશ પટેલ (ભુજ), ભાવનાના સસરા, હેતિક, લવ્યના દાદા તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24 અને 25-6-2024 (બે દિવસ) શ્રીરામનગર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : ઘનશ્યામભાઇ વેલજીભાઇ વાલાણી તે ગં.સ્વ. જમનાબેન વેલજીભાઇ વાલાણીના પુત્ર, હિનાબેનના પતિ, મુસ્કાન, દેવાંશી, વંશિકાના પિતા, સ્વ. વિનોદભાઇ, ચંદુભાઇ, ધીરજભાઇ, ભાવનાબેન (રાયપુર)ના ભાઇ, જિજ્ઞાબેન, ટ્વિંકલબેન, હિરલ, ધ્રુવી, નંદની, યુવરાજના કાકા, સ્વ. જયંતીભાઇ, હિંમતભાઇ, હિતેષભાઇના કાકાઇ ભાઇ તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-6-2024ના મંગળવારે સવારે 8.30થી 10.30 રૈયાણી નગર, હિતેષભાઇના ઘરે.

છાડુરા (તા. અબડાસા) : લીલાધરભાઈ સીજુ (ઉ.વ. 74) (પૂર્વ સરપંચ, છાડુરા ગ્રામ પંચાયત) તે. સ્વ. વિશ્રામભાઇ અને સ્વ. દેવલબેનના પુત્ર, અજબાઇના પતિ, ધનજીભાઈ, જેઠાભાઇ, ઠાકરશીભાઈ, સ્વ. લક્ષ્મીબેન (કોટડા-જડોદર), વીરાબેન (નરેડી)ના ભાઈ, સ્વ. મુલબાઇના દિયર, સ્વ. દેવજીભાઇ (નરેડી)ના જમાઇ, વાલાબાઇ (લક્ષ્મીપુર), ઝવેરબેન (વરમસેડા), રતન, મનોજના પિતા, દાદુભાઇ (લક્ષ્મીપુર), મગનભાઈ (વરમસેડા), મીનાબેન અને ભાવનાબેનના સસરા, રમેશભાઈ, જયંતીભાઈ, કિશોરભાઇ, મહેન્દ્રભાઈ, શાંતાબેનના કાકા, ઓમ, હાર્દિક, ડોલી, જૈવિક, ધ્રુવના દાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 23-6-2024ના સાંજે અને ઘડાઢોળ તા. 24-6-2024ના સવારે નિવાસસ્થાન છાડુરા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang