• મંગળવાર, 26 મે, 2026

પિચ રિપોર્ટ : ધર્મશાલા બોલરોને મદદગાર

ધરમશાલા. તા. 25 : ધર્મશાલાની પિચ ઝડપી બોલરોને મદદગાર છે. ઝડપી બોલરોને અહીં સીમ મૂવમેન્ટ અને ઉછાળ મળે છે. પાવર પ્લેમાં અહીં બોલર્સ વધુ ફાયદામાં રહે છે.  સમુદ્ર તળથી આ સ્ટેડિયમ 140 મીટરની ઉંચાઇ પર છે. આથી હવાની ગતિને લીધે બોલર્સને સ્વિંગ પણ મળે છે. જો કે મેદાન પ્રમાણમાં નાનું હોવાથી આ સ્ટેડિયમ પર સીઝનમાં ત્રણ મેચમાં પહેલી ઈનિંગનો સ્કોર 200 ઉપર પહોંચ્યો હતો. આ જ મેદાન પર પંજાબ સામે આરસીબીએ 222 રનનું વિશાળ લક્ષ્ય હાંસલ કરી જીત નોંધાવી હતી. સ્પિન બોલરોની અહીં સીમિત ભૂમિકા રહે છે. આથી ટાઈટન્સની રણનીતિમાં ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે રાશિદ ખાન આ ટીમનો હુકમનો એક્કો છે. ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. અહીં ત્રણમાંથી બે મુકાબલા લક્ષ્યનો પીછો કરનાર ટીમના પક્ષમાં રહ્યા છે. આથી મંગળવારે રાત્રે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.

Panchang

dd