ગાંધીધામ,
તા. 25 : રાપર તાલુકાના ભીમાસર
નજીક ગેલ કંપનીના બંગલાની દીવાલ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી
પાડી રોકડ રૂા. 12,800 જપ્ત કર્યા હતા.
ભીમાસર નજીક ગેલ કંપનીના બંગલાની દીવાલ પાસે લીમડાના ઝાડ નીચે અમુક શખ્સો ગંજીપાના
વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા,
તેવામાં પોલીસ ત્રાટકી હતી અને અહીંથી ટપુ ભીખા મકવાણા (કોળી),
નાથા ભલા સોલંકી, રમેશ રાણા મુછડિયા, વીરા ખીમા સોલંકી તથા ખીમજી પથા મકવાણા (રજપૂત) નામના શખ્સોને ઝડપી લેવામાં
આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 12,800 તથા ત્રણ મોબાઇલ અને ત્રણ બાઇક એમ કુલ રૂા. 1,13,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.