માંડવી, તા. 25 : અહીં નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાંની
તૈયારીના ભાગરૂપે વરસાદ માપવાના યંત્ર સાથે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત
કરાશે. માંડવી નગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેરમાં
કેટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે તેની રોજેરોજની માહિતી મળી રહે તે માટે પહેલી
જૂનથી કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે, જે માટે વરસાદ માપવાનું
(વેધર મશીન) યંત્ર સજ્જ કરાયું છે. ચોમાસાં દરમ્યાન તારીખ પ્રમાણે દિવસ - રાત
કર્મચારીઓની નિમણૂક કરાઈ છે. કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 99134 01010, હેડ
ક્લાર્ક મનજી પરમાર 97273 23609, ભૂપેન્દ્ર સલાટ 98791 14907 પર
નોંધાયેલ વરસાદ અંગેની માહિતી પ્રાપ્ત થશે.
વરસાદને કારણે વૃક્ષો કે જર્જરિત ઈમારતો પડી જાય, ધરાશાયી વૃક્ષો અને તૂટી પડેલી ઈમારતના કાટમાળ ખસેડવા સેનેટરી ઇન્સ્પેક્ટર
મુકેશ પુરબિયાના નેતૃત્વ હેઠળ ટીમ બનાવાઈ છે, જેના સંપર્ક
નંબર 79849 13774
છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય, તેના
નિકાલ માટે ડી-વોટારિંગ પંપ સ્ટેન્ડબાય સાથે પાણી લાઈનમેન રાજેશ ગોરના નેતૃત્વ
હેઠળ બનાવાયેલી ટીમનો સંપર્ક નંબર 90999 86420 હોવાનું
નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.