• સોમવાર, 25 મે, 2026

મોતિયો મુક્ત અભિયાનને વધુ વેગવાન બનાવવા કે.સી.આર.સી.ને વાહન અર્પણ

નખત્રાણા, તા. 24 : મોતિયો મુક્ત અભિયાનને વધુ વેગવાન બનાવવા ભુજનાં અંધજન મંડળ કે.સી.આર.સી.ને  ડીપી વર્લ્ડ મુંદરા દ્વારા બોલેરો ગાડી આપવામાં આવી છે.  અંધજન મંડળ આંખની હોસ્પિટલ દ્વારા સમગ્ર કચ્છમાં મોતિયો મુક્ત અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત છેવાડાનાં ગામો સુધી આંખના તમામ રોગ નિવારણ માટે કેમ્પો યોજાય છે. માંગો ત્યાં કેમ્પ અને નલિયા, નખત્રાણા અને મુંદરામાં કાયમી ચક્ષુ સારવાર કેન્દ્ર કાર્યરત છે. સી.એસ.આર. અંતર્ગત એમ.આઈ.સી.ટી. ડીપી વર્લ્ડ મુંદરાના આર્થિક સહયોગથી આ મેડિકલ વાહન અંધજન મંડળ કે.સી.આર.સી.ને અર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડીપી વર્લ્ડના સી.ઈ.ઓ. આલોક મિશ્રા, એચ આર. ડાયરેક્ટર અશિતા જૈન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દિનેશ વાસાણી, પ્રશાંત મહંત્રે, પરાગ કોચર, કોમલ વાઘેર તથા શિવભદ્રાસિંહ જાડેજા અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. અંધજન મંડળના મેનેજર અરાવિંદાસિંહ ગોહિલને ગાડીની ચાવી અર્પણ કરાઈ હતી અને રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એચ.આર. ડાયરેક્ટર અશિતા જૈને ડીપી વર્લ્ડની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ તકે કર્મચારીઓની આંખની તપાસ માટે કેમ્પ યોજાયો હતો, જેમાં 110થી વધુ લોકોની આંખની તપાસ કરાઈ હતી. ડીપી વર્લ્ડના સી.એસ.આર હેડ શ્રી બોસ્કો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરાયો હતો. 

Panchang

dd