• સોમવાર, 25 મે, 2026

ખીદરત ટાપુ પરથી વધુ એક ડ્રોનનું પાંખીયું મળતા સુરક્ષા એજન્સી સતર્ક

નલિયા, તા 24 : અબડાસા તાલુકાના સંવેદનશીલ ખીદરત ટાપુ પરથી રવિવારે વધુ એક ડ્રોનનું પાંખિયું મળી આવતા સુરક્ષા દળોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આ ઘટનાએ કચ્છના દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જખૌ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ઝાલા, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના બી.બી. સંઘાર, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના જોરાવરાસિંહ જાડેજા અને જખૌ મરીન પોલીસના કોન્સ્ટેબલ લાલભાઈ સહિતનો પોલીસ કાફલો રવિવારે ખીદરત ટાપુ વિસ્તારમાં નિયમિત પેટ્રાલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને રેતીના ઢગલા પાસેથી એક શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી, જે તપાસ કરતા ડ્રોનનું પાંખિયું હોવાનું બહાર આવ્યું હતું.  સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, આ મળી આવલું પાંખિયું અગાઉ ખીદરત  ટાપુ પરથી મળી આવેલા ત્રણ ડ્રોનના પાંખિયા કરતાં અલગ મોડેલનો છે. આ પાંખિયાની ડિઝાઇન  અને બનાવટ અગાઉના પાંખિયાથી ભિન્ન હોવાનું જાણવા મળ્યું છે, જે સૂચવે છે કે આ કોઈ અલગ પ્રકારના ડ્રોનનું ભાગ હોઈ શકે છે. અગાઉ ત્રણ પાંખિયા મળી આવ્યા હતા અને આ નવી શોધ સાથે, અત્યાર સુધીમાં કુલ ચાર ડ્રોનના પાંખિયા મળી ચૂક્યા છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં સતત આવા શંકાસ્પદ ઉપકરણો મળી રહેતા સુરક્ષા તંત્ર વધુ એલર્ટ બન્યું છે   

Panchang

dd