• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : કુરેશી અઝીઝ ઇબ્રાહિમ (.. 78) (એફસીઆઇવાળ) તે . ઇબ્રાહિમ કુરેશીના પુત્ર, . કાસમખાન જુસબખાન પઠાણ (માંડવી હાલે કરાચી)ના જમાઇ, નૂરબાનુ કુરેશીના પતિ, . ઇસ્માઇલ કુરેશી (માસ્તર), કુરેશી મજીદ (સિટી સર્વેવાળા), હાડા શરીફા કાસમ (નગરપાલિકા)ના ભાઇ, મુસ્તકિમ, રજિયાબાનુ, આરીફ (પીજીવીસીએલ), અનિશ (પીજીવીસીએલ)ના પિતા, રાહીલ સમેજાના નાના, રુહાન, આયશા, આલ્ફિયા, અક્સાના દાદા, કુરેશી ઇનાયત મજીદ (મારવાડી શેર સર્વિસ)ના કાકા તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-4-2024ના રવિવારે સવારે 9.30થી 10.30 મસ્જિદ રબ્બાની, બકાલી કોલોની ખાતે.

આદિપુર : મૂળ શિકારપુરના મણિલાલ મનજીભાઈ જોબનપુત્રા (.. 69) તે સ્વ. કમળાબેનના પતિ, યોગેશ, કપિલ, ભારતી, રેખા (રૂપલ)ના પિતા, રીનાબેન, માનસીબેન, અજિતકુમાર સુરેશભાઈ સચદે, ધર્મેશકુમાર દીપચંદભાઈ પોપટના સસરા, રિયા, જીનલ, જતિન, આદિત્યના દાદા, સમીર, હેત્વી, રાજ, રુદ્રના નાના, સ્વ. પરસોત્તમ દેવચંદ રાજદે (રાપર)ના જમાઈ, નારણજીભાઈ, ભગવાનભાઈ, સ્વ. મનસુખભાઈ, નવીનભાઈ, જયંતીભાઈ, સ્વ. જયાબેન રણછોડલાલ કૂલબધવા, સ્વ. હેમલતાબેન રમણીકલાલ રાજદે, સ્વ. ભગવતીબેન રમણીકલાલ રાજદે, હરખુબેન શાંતિલાલ ચંદેના ભાઈ, સ્વ. ચંદુલાલ, શાંતિલાલ, કીર્તિભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. હરેશભાઈ, અમૃતબેન જીતુભાઇ કારિયા, અનસૂયાબેન દિનેશભાઇ મિરાણી, રસીલાબેન સુરેશભાઈ રાતાણીના બનેવી  તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-4-2024ના સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે. દશો રાખેલ નથી.

આદિપુર : પી. પી. શેથુમાધવન (.. 83) (પ્રમુખ, એક્સેસિયર મોડેલ સ્કૂલ, એક્સેસિયર એજ્યુકેશન સોસાયટી) તે પી. પી. ચંદ્રશેખરન, પી. પી. ગંગાધરનના ભાઇ તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2024ના રવિવારે સવારે 10 વાગ્યે એક્સેસિયર મોડેલ સ્કૂલ ગ્રાઉન્ડ, વોર્ડ 4/બી, આદિપુર ખાતે.

માંડવી : મૂળ અમદાવાદના શ્રીમાળી સોની હર્ષદભાઈ (.. 65) તે સ્વ. રંજનબેન શાંતિલાલભાઈના પુત્ર, ગં.સ્વ. દક્ષાબેનના પતિ, પૂનમબેન જયેન્દ્રભાઈ સોની (ઓસ્ટ્રેલિયા), દક્ષાબેન શૈલેશભાઈ સોની (વડોદરા) તથા દેવેનભાઈના ભાઈ, ગં.સ્વ. અનસુયાબેન વાડીલાલભાઈ સોની (રાજસ્થાન)ના જમાઈ, વિમલભાઈ વાડીલાલ સોની (રાજસ્થાન), પ્રજ્ઞાબેન મનોજભાઈ સોની (મુંબઈ), પ્રવીણાબેન સુધીરભાઈ સોની (જામનગર)ના બનેવી, જાનકીબેન હરેશકુમાર આડેસરા (અંજાર), પૂર્વીબેન ભદ્રેશકુમાર ફીચડિયા (ભચાઉ), હીરલબેન હાર્દિકકુમાર પારેખ (મુંદરા), ભારતીબેન રાજેશકુમાર ગુસાણી (ગાંધીધામ) અને જિજ્ઞાના પિતા, કલ્યાણી, શિવ, ચિત્રાંગના મોટાબાપા, જાનવી, નંદની, આરાધ્યા, ક્રિશ, નિહારિકા, સમર્થ, નીરા, જીયાંશીના નાના તા. 18-4-24 ના વડોદરા ખાતે અવસાન પામ્યાછે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 5 થી 6 વલ્લભવાડી, આઝાદ ચોક, (પ્રથમ માળે) ભાઈઓ તથા બહેનોની સાથે.

માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની પ્રાણલાલ ધનજી સાકરિયા (.. 71) તે સ્વ. ભચીબેન ધનજીના પુત્ર, ગં.સ્વ. કલાવંતીબેનના પતિ, સ્વ. જયાબેન, સ્વ. મંગળાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. રમણીકલાલ, દિનેશના ભાઇ, ગં.સ્વ.. મંજુલાબેનના દિયર, સ્વ. પ્રાણકુંવરબેન વિઠ્ઠલદાસ મૈચાના જમાઇ, ક્રિષ્ના, વેલજી, દિપાના પિતા, હિતેષ, નીના દીપક કટ્ટા, કમલેશના કાકા, અતુલ ધનજી સોલંકી, મહેશ પ્રાણલાલ કટ્ટા (બંને નખત્રાણા), ટીનાબેનના સસરા, હેનીના દાદા, વેદી, ઝીલ, સાક્ષીના નાના, સ્વ. મયારામ દેવશી વિશાપરમારના દોહિત્ર, સ્વ. હેમલતાબેન, સ્વ. હસુબેન, સ્વ. પુષ્પાબેન, ગિરીશ, ભરત, રંજનબેનના બનેવી, જ્યોત્સનાબેન, પ્રતિમાબેનના નણદોયા તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2024ના શનિવારે સાંજે 5થી 6 લોહાણા સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.

વરલી (તા. ભુજ) : હંસાબેન મહેન્દ્રદાસ હરિયાણી સાધુ (.. 34) તે સ્વ. હેમલતાબેન ખોડીદાસ હરિયાણી સાધુના પુત્રવધૂ, મહેન્દ્ર ખોડીદાસના પત્ની, પૂજા પરસોત્તમ અને કાર્તિકના માતા, ભારતીબેન રાજેશ કાપડી (મીંદિયાળા), ભાવેશના ભાભી, રાધિકાના જેઠાણી, બંસી તથા શિવમના મોટાબા, ગં.સ્વ. હીરાબેન નરોત્તમદાસ હરિયાણીના ભત્રીજાવહુ, કિશન નરોત્તમદાસના ભાભી, ગં.સ્વ. નર્મદાબેન બાબુલાલ કાપડી (ધનકવાડી)ના પુત્રી, રમીલાબેન રમેશના બહેન તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન રબારીવાસ, વરલી ખાતે. પૂજનવિધિ તા. 1-5-2024ના બુધવારે નિવાસસ્થાન વરલી ખાતે.

લુડવા (તા. માંડવી) : નાનબાઈ જેઠાલાલ વેલાણી (.. 90) તે સ્વ. જેઠાલાલ વાલજીના પત્ની, દેવજી હરજી રંગાણી (દરશડી)ના પુત્રી, મણિલાલભાઈ, રાજેન્દ્રભાઈના માતા, દિના (રાજપર), આરતી (ગઢશીશા), મીત, ઉત્તમ, દીપના દાદી, લીલાબેન તથા કલાબેનના સાસુ તા. 18-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-4-2024ના શનિવારે સવારે 8.30થી 12 લુડવા પાટીદાર સમાજવાડી ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : તેજા ગોવા સોધમ (.. 57) તે સ્વ. દેવાભાઇ, દેવશીભાઇ, હમીરભાઇ, આસબાઇ, સ્વ. નાનબાઇ, સ્વ. મેઘબાઇ, પરમાબાઇ, તેજબાઇના ભાઇ, ગાંગબાઇના પતિ, સ્વ. નરેશ, નાનજી, મંજુલા, કાન્તાના પિતા, મગન, રામજી, વાલજી, લધારામ, બાબુ, નરેશ, નીતેશના કાકા, કરસન અને જિતેશના સસરા, આયુષ, જીનાયાના દાદા, કેશવજી ડુંગરખિયા (માંડવી)ના જમાઇ, કાનજી, દામજી, કારા, કલ્યાણના બનેવી તા. 17-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

મોટી ખાખર (તા. મુંદરા) : લાંગાય સિધિક ઓસ્માણ (.. 80) તે અલાના તથા ઇશાકના પિતા, ખમીશા, ઓસ્માણના ભાઇ, સમીર, સોયબના દાદા તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-4-2024ના સોમવારે સવારે 10થી 11 હાજીપીર દરગાહ કમ્પાઉન્ડમાં, મોટી ખાખર ખાતે.

મુલુંડ (મુંબઇ) : કચ્છી લોહાણા મહેશ (મણિલાલ) (.. 65) તે સ્વ. શિવજી રામજી ચોથાણી, ગં.સ્વ. વિમળાબેન (પત્રી હાલે મુલુંડ ચેકનાકાના મોટા પુત્ર, અનિતાબેનના પતિ, ડોલી તથા રાજના પિતા, જિગર રમેશ આઇયાના સસરા, સ્વ. કમલેશ, કિરીટ, દક્ષા દેવેન્દ્ર વોરાણી, નીતા ગિરીશ સેજપાલ, નયના ઉમેશ પવાણીના ભાઇ, મીના કમલેશ ચોથાણી, હિના કિરીટ ચોથાણીના જેઠ, વીરના નાના, સ્વ. મોહનલાલ ભગવાનજી તન્ના (મુરૂવાળા)ના મોટા જમાઇ, શોભના પરેશ ધીરાવાણી, વર્ષા રાજેશ ધનસોતા, જિજ્ઞેશ મોહનલાલ તન્નાના બનેવી તા. 18-4-2024ના મુલુંડ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2024ના સાંજે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, ગ્રાઉન્ડ ફલોર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang