• રવિવાર, 01 જૂન, 2025

ગુજરાત, બેંગ્લુરુ અને પંજાબ પ્લેઓફમાં

નવી દિલ્હી, તા. 19 : આઇપીએલ 202પ સિઝનના પ્લેઓફ રાઉન્ડનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ રહ્યંy છે. રવિવારની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સનો 10 વિકેટે જોરદાર વિજય થયો હતો. આથી તેના 12 મેચમાં 18 અંક છે અને પ્લેઓફ રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ ટીમ પહોંચી છે. ગુજરાતની જીત અને દિલ્હીની હારથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને પ્લેઓફ રાઉન્ડની ટિકિટ મળી ગઇ છે. આ બંને ટીમ પોઇન્ટ ટેબલ પર હાલ અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને છે. બંનેના 12-12 મેચના અંતે 17-17 અંક છે. આરસીબી અને પીબીકેએસ પ્લેઓફ રાઉન્ડમાં એટલા માટે પહોંચી છે કે તેમની નજીકની ટીમ દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વધુમાં વધુ 17 અંક સુધી  પહોંચી શકવાની સ્થિતિમાં છે. મુંબઇ ઇન્ડિયન્સના 12 મેચ પછી 14 પોઇન્ટ છે. તે જો બાકીના બંને મેચ જીતી લેશે તો 18 અંક સાથે પ્લેઓફ માટે કવોલિફાય થશે. આ સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સનું પત્તું કપાશે. તેના ખાતામાં હાલ 12 મેચમાં 13 પોઇન્ટ છે. બાકીના બંને મેચ જીતવાથી તેના અંકનો સરવાળો 17 પર આવીને અટકી જશે. આ બંને ટીમ વચ્ચે જ બુધવારે ટક્કર થશે, જે લગભગ પ્લેઓફની ચોથી ટીમ નકકી દેશે. જો મુંબઇની જીત થશે તો તે પ્લેઓફ માટે લગભગ કવોલિફાય થશે કારણ કે આ પછીથી દિલ્હી વધુમાં વધુ 1પ અંક સુધી પહોંચી શકશે. જ્યારે લખનઉ સુપર જાયન્ટસ વધુમાં વધુ 16 અંક સુધી પહોંચી શકશે. કારણ કે તેના ત્રણ મેચ બાકી છે અને ત્રણેયમાં જીત મળે તો 16 અંક થાય. તેનો નેટ રન રેટ માઇનસમાં ચાલી રહ્યો છે. આથી તેની રાહ કઠિન છે.  સીએસકે, સનરાઇઝર્સ, રાજસ્થાન અને કેકેઆર ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની બહાર થઇ ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd