લખનઉ, તા. 19 : અહીં
સોમવારે રમાયેલા મુકાબલામાં હૈદરાબાદના દાવની આઠમી ઓવરમાં અભિષેક શર્મા અને દિગ્વેશ
રાઠી વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. દિગ્વેશની ઉજવણીની ચેષ્ટાઓ જોઇને અભિષેક
ભડકી ગયો હતો. અમ્પયારે બંનેને શાંત પાડયા હતા. હકીકતમાં સાતમી ઓવર ફેંકનાર રવિ બિશ્નોઇના
દડા પર અભિષેકે સળંગ ચાર છગ્ગા ફટકારી દીધા હતા. આઠમી ઓવરમાં દિગ્વેશે શર્માની વિકેટ
ખેરવી હતી.