નવી દિલ્હી,
તા. 19 : પ્રતિભાશાળી
ડાબોડી યુવા બેટધર સાઇ સુદર્શને ફરી એકવાર ઓરેન્જ કેપ ધારણ કરી છે. ગઇકાલની દિલ્હી
કેપિટલ્સ વિરુદ્ધની મેચમાં સાઇ સુદર્શને આકર્ષક અણનમ સદી ફટકારી હતી. તે 61 દડામાં 108 રને
અણનમ રહ્યો હતો. ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ પ3 દડામાં
93 રને અણનમ રહ્યો હતો. આ બંને વચ્ચેની વિક્રમી 20પ રનની ભાગીદારીથી ગુજરાતનો 10 વિકેટે વિજય થયો હતો. સદી સાથે સાઇ સુદર્શન 12 ઇનિંગ્સમાં 617 રન
થયા છે અને ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર પહેલા ક્રમે આવી ગયો છે. ગુજરાતનો કપ્તાન શુભમન
ગિલ 12 ઇનિંગ્સમાં 601 રન સાથે બીજા સ્થાને છે. જયારે રાજસ્થાનનો યશસ્વી જયસ્વાલ
13 ઇનિંગમાં પ23 રન
સાથે ત્રીજા ક્રમે છે. ગઇકાલની મેચમાં કે. એલ. રાહુલે પણ સદી ફટકારી હતી. તે 493 રન સાથે સાતમા નંબર પર છે. તેનાથી આગળ સૂર્યકુમાર
(પ10), વિરાટ કોહલી (પ0પ) અને જોસ બટલર (પ00) છે.
બીજી તરફ સૌથી વધુ વિકેટ લેનાર બોલરો માટેની પર્પલ કેપની રેસમાં પણ ગુજરાત ટાઈટન્સનો
બોલર પ્રસિધ્ધ કૃષ્ણા 21 વિકેટ
સાથે આગળ છે. સીએસકેના નૂર અહમદ (20) બીજા
અને જોશ હેઝલવૂડ (18) ત્રીજા નંબર
પર છે.