મુંબઇ, તા. 19 : અડગ
નિશ્ચય અને મક્કમ જુસ્સા સાથે આપણે જે કંઇપણ કાર્ય હાથ ધરીએ તેમાં ચોક્કસથી સફળતા
મળે છે આ વાતને કચ્છી યુવાન કેવલ નીલમ હિરેન કક્કાએ સાર્થક કરી દેખાડી છે. કેવલે
ભારતની સર્વોચ્ચ અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી ઊંચી પર્વતમાળા માઉન્ટ કંચનજંગા
સર કરી ઐતિહાસિક સફળતા મેળવી છે. 8000 મીટરથી ઉપરના આઠ શિખરો સર કરનાર
કેવલ પ્રથમ અને એક માત્ર કચ્છી તેમજ મહારાષ્ટ્રની પ્રથમ એવમ એક માત્ર વ્યક્તિ
બનવાનું માન મેળવ્યું છે, તો આવી સિદ્ધિ મેળવનાર કેવલ ત્રીજો ભારતીય પણ બન્યો છે. કેવલે રવિવારે તા.
18મેના નેપાળના માનક સમય મુજબ સવારે 11-30 વાગ્યે
માઉન્ટ કંચનજંગા સર કરી ભારતનો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવ્યો હતો. કેવલે આ પૂર્વે 8000 મીટરથી
ઉપરના સાત શિખરો સર કરી ત્યાં ભારતની આન-બાન અને શાન સમો ધ્વજ ફરકાવ્યો છે. કેવલને
આ સફળતા મેળવવા બદલ ઠેરઠેરથી અભિનંદન અને આશીર્વાદ મળી રહ્યા છે.