• રવિવાર, 01 જૂન, 2025

મમુઆરામાં 102 ટીમને સાંકળતી આહીર પ્રીમિયર લીગમાં એલવીસી ટીમ વિજેતા

રતનાલ, તા. 11 : ભુજ તાલુકાના મમુઆરા ગામ ખાતે મમુઆરા આહીર સમાજ દ્વારા 102 ટીમને સાંકળતી એ.પી.એલ. સિઝન-2 સ્મૃતિકપ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ફાઇનલમાં એલ.વી.સી. મમુઆરા અને કિસાન અટલ-નગર વચ્ચે રમાઇ હતી, જેમાં એલ.વી.સી. મમુઆરા વિજેતા બની હતી. મેન ઓફ ધ સિરીઝ પંકજ છાંગા, બેસ્ટ બેટસમેન મુકેશ વીરા, બેસ્ટ બોલર વસંત જાટિયા રહ્યા હતા. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન  થયું હતું અને સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી વિકાસલક્ષી કાર્યો ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. હબાય જાગીર લક્ષમણગિરિ બાપુ, ભગવાનદાસ દાદા, સાંસદ વિનોદભાઇ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, ધારાસભ્ય ત્રિકમ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ત્રિકમ વાસણ આહીર, હરિ જાટિયા, મશરૂ રબારી, ભુરા આહીર, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, ધનજી ચાવડા, મહેશ માતા, સતિષ છાંગા, મમુઆરા સરપંચ ગોકુલ જાટિયા, પૂર્વ સરપંચ સરમણ જાટિયા, દત્તુ જાટિયા, માવજી જાટિયા, ગામના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં મમુઆરા ક્રિકેટ ક્લબના સભ્યો અને ગ્રામજનો દ્વારા વ્યવસ્થા અને જહેમત ઉઠાવાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd