• રવિવાર, 01 જૂન, 2025

કુસ્તીમાં રાજ્યકક્ષાએ સ્વામિ. કન્યા વિદ્યામંદિરની છાત્રાઓને રજત અને કાંસ્ય

ભુજ, તા. 11 : રાજ્યકક્ષાની ખેલ મહાકુંભની કુસ્તીની સ્પર્ધામાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની છાત્રા કણઝરિયા જાહ્નવી હસમુખભાઈએ ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વાગડિયા ભાવિકા રમેશે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કચ્છ જિલ્લામાં ચેમ્પિયન થઈ રાજ્યકક્ષાએ મેડળ પ્રાપ્ત કર્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંતમંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, ટ્રસ્ટ મંડળ, સંસ્થા પ્રમુખ રામજી વેકરિયા, મંત્રી પ્રવીણ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિબેને બંનેને બિરદાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd