કોલંબો તા.11 : ત્રિકોણીય વન ડે શ્રેણીની ફાઇનલમાં શ્રીલંકાને
97 રને સજ્જડ હાર આપીને ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન
બની છે. ફાઇનલ મેચમાં સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાની સદી (116 રન) બાદ સ્નેહ રાણા (4 વિકેટ) અને અમનજોત કૌર (3 વિકેટ)ની કાતિલ બોલિંગથી ભારતીય મહિલા ટીમનો
શાનદાર વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમના પ0 ઓવરમાં 7 વિકેટે
342 રનના જવાબમાં શ્રીલંકા મહિલા ટીમ 48.2 ઓવરમાં 24પ રને ઓલઆઉટ થઇ હતી. સદી કરનાર સ્મૃતિ મંધાના પ્લેયર
ઓફ ધ ફાઇનલ બની હતી. જયારે કુલ 1પ
વિકેટ લેનારી સ્નેહ રાણા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થઇ હતી. ભારત તરફથી સ્મૃતિ
મંધાનાએ 101 દડામાં 1પ ચોગ્ગા-2 છગ્ગાથી 116 રનની
સંગીન ઇનિંગ્સ રમી હતી. સ્મૃતિએ પ્રતિકા રાવલ (30) સાથે પહેલી વિકેટમાં 70 રનની અને બીજી વિકેટમાં હરલીન દેઓલ (47) સાથે 106 દડામાં 120 રનની
ભાગીદારી કરી હતી. ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે ઝડપી 41 રન કર્યાં હતા. જેમિમાહ રોડ્રિગ્સ માત્ર 29 દડામાં 4 ચોગ્ગાથી 44 રને આઉટ થઇ હતી. દીપ્તિ શર્મા 20 રને અણનમ રહી હતી. શ્રીલંકા તરફથી મલ્કી મદારા, દેવમી વિહંગા અને સુગંધિકાએ
2-2 વિકેટ લીધી હતી. 343 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકા
મહિલા ટીમ 49.2 ઓવરમાં 24પ રન કરી શકી હતી. શ્રીલંકા તરફથી કપ્તાન ચમારી અટાપટુએ
પ1 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. વિષ્મી ગુણારત્નેએ
36, નીલાક્ષી ડિસિલ્વાએ 48 રન કર્યાં હતા. ભારત તરફથી સ્નેહ રાણાએ 38 રનમાં 4 અને અમનજોત કૌરે પ4 રનમાં
3 વિકેટ લીધી હતી. ત્રિકોણીય વન ડે શ્રેણીમાં
ત્રીજી ટીમ દ. આફ્રિકા હતી.