નખત્રાણા, તા. 28 : શ્રીનગર
ખાતે તૃતીય રાષ્ટ્રીય આઇસ સ્ટોક ગેમમાં ગુજરાતની ટીમ સિલ્વર મેડલથી સન્માનિત કરાઇ હતી.
ટીમમાંથી ચાર પોલીસકર્મીનું સન્માન કરાયું હતું. બેદિવસીય રાજ્ય કક્ષાની યોજાયેલી રમતમાં
રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત ટીમના ચાર ખેલાડી
પરવિંદસિંહ જાટ (ભુજ), ધનજીભાઇ આહીર (નખત્રાણા), પવન કુશ્વાહ તથા જય એકેડેમી (મુંદરા)નો
સમાવેશ થયો હતો. સિદ્ધિ બદલ પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ વિકાસ સુંડાએ અભિનંદન આપ્યા
હતા.