• સોમવાર, 20 મે, 2024

આઇપીએલમાં વિસ્ફોટક બેટિંગ, છતાં ઓસી ટીમમાં ફ્રેઝરની ઉપેક્ષાથી વિવાદ

નવી દિલ્હી, તા.8 : ટી-20 વર્લ્ડ કપમાં રિંકુ સિંહની પસંદગી થવા પર પૂર્વ ખેલાડીઓ પસંદગીકારો સામે સતત સવાલ કરી રહ્યા છે. આવી સ્થિતિ માત્ર ભારતીય ક્રિકેટમાં નથી, ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ ટીમ સિલેક્ટ થયા બાદ ભારે વિવાદ થયો છે. તેનું કારણ છે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી વિસ્ફોટક બેટિંગ કરી રહેલા 22 વર્ષીય એનકેપ્ટડ પ્લેયર જેક ફ્રેઝર મેકગર્કને તક આપવી. જેક ફ્રેઝર આઇપીએલની વર્તમાન સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી 7 મેચમાં 23 રનની જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી 309 રન કરી ચૂક્યો છે. જેમાં ત્રણ એવી અર્ધસદી છે જે 20થી ઓછા દડામાં બનાવી છે. આમ છતાં તે ઓસ્ટ્રેલિયન પસંદગીકારોને રાજી કરી શક્યો નથી. ઓસિ. પસંદગીકારો પાસે અનુભવી ડેવિડ વોર્નર અને યુવા જેક ફ્રેઝરમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાની તક હતી. અથવા બીજા વિકેટકીપર મેથ્યૂ વેડના સ્થાને ફ્રેઝર રૂપી વિકલ્પ હતો. વોર્નર હાલ ફોર્મમાં નથી.અનફિટ હોવાથી પાછલી કેટલાક મેચથી  તે દિલ્હીની ઇલેવનમાં પણ સામેલ નથી. આમ છતાં તેની ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઇ છે. વોર્નરનો આખરી ટી-20 ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ હશે. 2024માં વોર્નરે આઇપીએલના 7 મેચમાં 13પની સ્ટ્રાઇક રેટથી 167 રન કર્યાં છે, છતાં તેની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઇ છે. ફ્રેઝરને પસંદ કરવા પર ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટન માઇકલ કલાર્ક અને પૂર્વ ઓપનિંગ બેટર મેથ્યૂ હેડને પસંદગીકારોનો ઉધડો લીધો છે. બન્નેનું કહેવું છે કે તેઓ ભવિષ્યનું વિચારતા નથી અને સાહસિક નિર્ણયથી ડરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang