ભુજ, તા. 19 : તાલુકાના
બન્ની-પચ્છમ વિસ્તારના ઉડઈ,
લાખાબો અને મીસરીવાંઢના ગામો પ્રાથમિક સુવિધાના અભાવથી ભારે હાલાકી
વેઠી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે તંત્ર જો કોઈ કામગીરી હાથ નહીં ધરે તો
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે રહી અચોક્કસ મુદતનાં ધરણાં કરવાની ચીમકી આપવામાં
આવી છે. આ ત્રણ ગામો રસ્તાના અભવાનાં કારણે વરસાદના સમયે પાણી ભરાતાં ગ્રામજનોને
ઘરમાં બંધ થવાનો વારો આવે છે. શિક્ષણની સુવિધાના અભાવથી 250 બાળકને
શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો છે. ત્રણ ગામની વસ્તી 1200 જેટલી
છે. ગંભીર સ્થિતિ વખતે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. દર ત્રીજા દિવસે
માંડ ત્રણ કલાક પાણી મળે છે,
જે માનવી અને પશુઓ માટે અપૂરતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
એકતરફ ધોરડો વિકાસના પંથે છે, બીજીતરફ આ ગામોમાં વિપરીત
સ્થિતિ જોવા મળી રહી છે. રજૂઆત સમયે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ
હિતેશ મહેશ્વરી, ઉડઈ સરપંચ સલીમ સુમરા, રમજાન સમા, નરેશ મહેશ્વરી, દેવ
મારવાડા, કાસમ નોડે, નાનજી શિરોખા,
દિનેશ અબચુંગ, રફીક રાયમા, તુલસી ગરવા, ભરત મહેશ્વરી, રવિ
કટુઆ, ભવ્ય ભોઈયા, અબ્દુલ વાહીદ,
નૂરમામદભાઈ, બાલા સુમરા, હસન સુમરા સહિત જોડાયા હતા.