• શુક્રવાર, 06 જૂન, 2025

કચ્છ પોસ્ટ વિભાગને મળ્યા નવા ડાક અધીક્ષક

ભુજ, તા. 19 : કચ્છના પોસ્ટ વિભાગને નવા સુપરિન્ટેન્ડેન્ટ મળ્યા છે. ભાવનગરના ડાક અધીક્ષક તરીકે ફરજ બજાવતા ડી. એચ. તપસ્વીની કચ્છના એસ.પી. તરીકે બદલી થઇ છે. ટપાલ વિભાગે કરેલા બદલીઓના ઓર્ડર મુજબ કચ્છમાં એસ.પી. તરીકે ડી. એચ. તપસ્વી નિમાયા છે અને તેઓ એકાદ અઠવાડિયામાં ચાર્જ સંભાળે તેવી શક્યતા છે. એ ઉપરાંત રાજકોટ હેડક્વાર્ટરના સિનિયર પોસ્ટ માસ્તર અભિજિતસિંહની જામનગરના એસ.પી. તરીકે બદલી સહિતના અમુક નિર્ણયો પણ લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ડાક અધીક્ષક નાદુરસ્ત તબિયતના કારણે હાલ રજામાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd