કોટડા (ચકાર), તા. 9 : અંજારના ટપ્પરથી
રતનાલ, લેર, રેહાથી નારાણપર,
ગઢશીશા જતી નર્મદાની પાઈપલાઈનથી આજુબાજુ આવતા તળાવો, ડેમ, ચેકડેમો ભરવા આ પંથકની ગ્રામ પંચાયતો, ખેડૂતો તથા પશુપાલક માલધારીઓએ રજૂઆત કરી હતી. હાલે ટપ્પર વાયા રતનાલ,
લેર, રેહા સીમાડે પાઈપલાઈન પથરાઈ રહી છે. રેહા
મોટા પાસેથી છેક નારાણપર, ગઢશીશા તરફ જતી પાઈપલાઈન દ્વારા વચ્ચે
આવતા સાકરાઈ ડેમ, વિધારા સહિતના ડેમ તથા ધોરી તરાઈ સહિતના નાના-મોટા
તળાવો, ચેકડેમો ભરવામાં આવે તો પંથકના કોટડા, સણોસર, હાજાપર, હરુડી, વડવા, રેહા મોટા, કોટડા આથમણા સહિતના
નવથી દસ ગામના ખેડૂતો, પશુપાલકો, વન્યસૃષ્ટિ
સહિતને ઉપયોગી બને તથા આ પંથકના ભૂતળ જળ પણ ઊંચાં આવી શકે તે માટે પંથકના ખેડૂત અગ્રણીઓ
રેહા મોટા સરપંચ ગેલુભા જાડેજા, કોટડા આથમણા સરપંચ નર્મદાબેન
માકાણી, મનસુખભાઈ માકાણી, જગદીશ માકાણી,
માજી સરપંચ શંભુભાઈ રબારી, કરમશી વિજલ મહેશ્વરી
સહિતના ખેડૂતોએ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિત રાજ્યના જળ સંપત્તિ તથા પાણી પુરવઠા
મંત્રી પાસે રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્યના જળ સંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી કુંરજીભાઈ
બાવળિયાએ ધારાસભ્ય શ્રી છાંગાને યોગ્ય કરવાની ખાતરી આપતાં ખેડૂતો, પશુપાલકોમાં આશા બંધાઈ હતી.