ભુજ, તા. 6 : કચ્છ-ભુજના જાણીતા
`મેરી
આવાઝ કરાઓકે ટ્રસ્ટ' ગ્રુપ દ્વારા 31 ડિસેમ્બર 2024નાં વર્ષની વિદાય અને નવાં વર્ષને
આવકારવા હોટેલ સેવન સ્કાય ખાતે કચ્છના સંગીતરસિકો માટે `ગીત-સંગીત' કાર્યક્રમનું
આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ઉમરાણિયાએ સ્વાગત
પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અતિથિવિશેષ સામાજિક અગ્રણી - વેપારી આગેવાન
જટુભા રાઠોડ, પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. એમની સાથે
ડો. કશ્યપભાઈ બૂચ, ડો. સુરેશભાઈ રૂડાણી, ઝવેરીલાલ સોનેજી, હરિભાઈ ગોર, અજિતભાઈ માનસતા,
શિવજીભાઈ ઉમરાણિયા, ધર્મેન્દ્રાસિંહ વાઘેલા, ઉપપ્રમુખ ભરતભાઈ સોની જોડાયા હતા. આ તકે
ઉપસ્થિત મહાનુભાવોનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે ડો.
પન્નાબેન રૂડાણી, પ્રવીણાબા જે. રાઠોડ, વિરલભાઈ ઉમરાણિયા, નીતિનભાઇ દાવડા-મુંબઇ, ભાવેશભાઈ
ઠક્કર, અશોકભાઈ માંડલિયા, મુકેશભાઈ સાધુ, તેજસભાઈ રાઠોડ, જગદીશભાઈ ઉમરાણિયા, ગિરધારીભાઈ
ગઢવી, અતુલભાઈ જાની, રમેશભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ડાભી, કમલેશભાઈ જેઠવા, પૂનમાસિંહ ગેલોટ,
અશોકાસિંહ જાડેજા, રાજેશભાઇ બુલેચિયા, સાગરભાઈ ભાનુશાલી, શ્રી પરમાર, અલ્પેશભાઈ સોમૈયા,
દિલુભા સોઢા, મોખાભાઈ, ડો. નિતેશભાઈ, સુભાષભાઈ ગૌસ્વામી, મહેશભાઈ ચાવડા, જીતુભાઈ સોની,
પ્રવીણભાઈ ચૌહાણ, કમલેશભાઈ જેઠવા, વર્ષાબેન ઉમરાણિયા, હિનાબેન પરમાર, ભાવનાબેન અનમ,
નિર્મલાબેન ગોર, કપિલાબેન જેઠવા, પૂનમબેન પરમાર, સ્મિતાબેન ઠક્કર, આરતીબેન ચોથાણી,
જિજ્ઞાબેન ડાભી, વીણાબેન રાઠોડ, ઝવેરબેન મહેશ્વરી વગેરે તેમજ યુ.એ.ઈ. અને લંડનથી આવેલા
મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રુપના કલાકારો નવોદિત તથા નામાંકિત કલાકારોએ
ભારતીય સંગીત સાધનાના ચુનંદા ગીતો, ગઝલની રમઝટ બોલાવી હતી. નવાં વર્ષની ઉજવણી કેક કાપીને
કરાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સભ્યો ચેતનભાઇ ચૌહાણ, ઇલિયાસભાઈ ઘાંચી,
રાજેશભાઈ જોષી, સંજયભાઈ જેઠવા, ધવલભાઈ ડુડિયા, હરેશભાઈ સોની, શંકરભાઈ ઠક્કર, હિનાબેન
પરમાર, સ્મિતાબેન ઠક્કર વિગરેએ જહેમત ઉઠાવી હતી. આગામી તા. 26 જાન્યુઆરી 202પના દેશભક્તિનો
કાર્યક્રમ યોજવામાં આવશે.