• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

બાડા પંથકના 11 ગામમાં પશુઓ માટે જીએચસીએલ દ્વારા નીરણ કાર્ય શરૂ

માંડવી, તા. 26 : જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા જાહેર હિતનાં કાર્યોના ભાગરૂપે તાલુકાના બાડા ગામની આસપાસ આવેલા 11 ગામમાં પશુઓ માટે લીલા ચારાનું વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ વિતરણની શરૂઆત બાંભડાઇ ગામથી કરવામાં આવી હતી. જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા અપાયેલી માહિતી મુજબ બાયઠ, ભાડા, પાંચોટિયા, નાના લાયજા, મોડકુબા, વિંઢ, જનકપુર, મોટા લાયજા, પદમપુર, ચાંગડાઇ-હનુમાન મંદિરની આસપાસ વસતાં 10,000 પશુ અને 8000 જેટલા પશુપાલકને લીલા ચારાના વિતરણ કાર્યનો લાભ મળી રહેશે. આ વિસ્તારના લોકોના પશુપાલનના વ્યવસાયને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. આ પશુપાલકોની આવકમાં વધારો થાય તે ઉદ્દેશ્યની સાથે તેમના માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વળી, બે ડોકટરની ટીમ દ્વારા ટોકન ચાર્જમાં પશુઓની સારવાર કરવાની સાથેસાથે તેમને દવાઓ પણ આપવામાં આવી રહી છે. જીએચસીએલ ફાઉન્ડેશનના ચેરમેન એન.એન. રાડિયાએ પશુપાલનના વ્યવસાયને વધુને વધુ સસ્ટેનેબલ બનાવવાની અપીલ કરી હતી. લીલા ચારાના વિતરણ કાર્યક્રમમાં બાંભડાઇ ગામના સરપંચ લધુભા રાઠોડ, ઉપસરપંચ બાબુભાઇ કોલી, ક્ષત્રિય સમાજના અગ્રણી જીલુભા જાડેજા, દીપકભાઇ ભાનુશાળી, મૂરજીભાઇ મહેશ્વરી, જુશબ સંગાર, મહિપતસિંહ, કુમરસિંહ, વિજયસિંહ તથા ગૌપ્રેમી ગ્રામજનોએ હાજરી આપી હતી. મુંબઇ નિવાસી મેઘજીભાઇ ભાનુશાળી તથા વાલજીભાઇ ભાનુશાળીએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang