• સોમવાર, 20 મે, 2024

ભુજ જ્ઞાનવેલી એકેડેમી વિજ્ઞાન પ્રવાહમાં ઝળકી

ભુજ, તા. 9 : જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ છાત્રો માટે ભાવનગરની ખ્યાત જ્ઞાનમંજરીએ પ્રથમ વર્ષે ઝળહળતાં પરિણામ સાથે ડંકો વગાડી દીધો હતો. પ્રથમ વર્ષે પાંચ છાત્રએ વિજ્ઞાન વિષયોમાં -વન ગ્રેડ મેળવતાં શિક્ષણ તંત્રે સન્માન કર્યું હતું. ખેતાણી જૈનિશ રવજીભાઇ કેમેસ્ટ્રી 91, બાયોલોજી 96,ફિઝિક્સ 91, પિંડોરિયા વૈદિક હરિશભાઇ કેમેસ્ટ્રી-96, ગણિત 93, ફિઝિક્સ 88, ઠક્કર ફેરીન ધર્મેન્દ્રભાઇ કેમેસ્ટ્રી 94, બાયોલોજી 95, ફિઝિક્સ 88, જ્યારે મેપાણી પ્રિયાંશુ વસંતકુમાર કેમેસ્ટ્રી 91, બાયોલોજી 96, ફિઝિક્સ 88, વરસાણી રીતુલ હીરજી કેમેસ્ટ્રી 90, ગણિત 98 અને ફિઝિક્સમાં 83 ગુણ પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરી હતી. -વનના છાત્રોને  જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. વાઘેલાએ પરિણામપત્ર આપી બિરદાવ્યા હતા. કચ્છમાં સમર્થ વિજ્ઞાનપ્રવાહ શરૂ કરવા કચ્છી લેવા પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેશરાભાઇ પીંડોરિયા, મંત્રી મનજીભાઇ પીંડોરિયા, ખજાનચી કાંતાબેન વેકરિયાએ પ્રયાસ કરી જ્ઞાનમંજરી સાથે અનુસંધાન કરી નીટ-જી માટે આશિર્વાદરૂપ પ્રયાસ કર્યો જે પ્રથમ વર્ષે 100 ટકા પરિણામ અને સારા ગુણ સાથે સાર્થક નીવડયો હતો. સમાજ પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા તથા ત્રણેય પાંખો સાથે જ્ઞાનમંજરીના અવિનાશભાઇ પટેલ, શિક્ષાલક મનસુખભાઇ નાકરાણીએ અભિનંદન આપ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang