• સોમવાર, 20 મે, 2024

ભુજમાં વિશ્વ થેલેસેમિયાઅને રેડક્રોસ દિનની ઉજવણી કરાઈ

ભુજ, તા. 9 : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખા દ્વારા વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ રેડક્રોસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જયુબિલી ગ્રાઉન્ડ 5 ઇન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખા ભુજ-કચ્છ દ્વારા `માનવતાને જીવંત રાખીએ' થીમ દ્વારા વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ રેડક્રોસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.  દીપ પ્રાગટ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર નૈમુનદ્દીન સૈયદ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મીરા સાવલિયા, એક્સિક્યુટિવ મેમ્બર પરાગ લિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચેરમેન ધવલભાઈ આચાર્ય, વાઇસ ચેરમેન વિમલભાઈ મહેતા, ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાયનું માર્ગદર્શન મળ્યું હતું. પ્રસંગે એક્સિક્યુટિવ મેમ્બર સચિન ગણાત્રા, રોટરી ક્લબના દત્તુ ત્રિવેદી તેમજ પ્રિતેશ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કચ્છ જિલ્લામાં કાર્ય કરતા રેડક્રોસના લેબ ટકનિશિયનને સારી કામગીરી બદલ સિલ્વર મેડલ આપી બિરદાવાવામાં આવ્યા હતા.  શ્રી  સૈયદે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં કર્યોને બિરદાવતાં જણાવ્યું હતું કે, થેલેસેમિયા વિશે જાગૃતતા બિરદાવવા યોગ્ય છે. રેડક્રોસ દ્વારા માનવતાને જીવંત રાખીને માનવતાવાદી કાર્યો થતાં રહેશે એવી આશા પણ વ્યક્ત કારાઈ હતી. નવીન જેપાર, કાનજીભાઇ મકવાણા, હિતેશ ઠક્કર, ચંદ્રકાન્ત ધરડા, સાવન પિત્રોડા, સાહિલ થુડિયા અને સ્વયંસેવકો માધવીબેન, નઝીરભાઈ, કરણભાઈ, વિશાલભાઈ, કૃપાલિબેન, હેમાંશીબેન, થેલેસેમિયા વોરિયર ફેનિલ રૂપારેલ, રાજેશભાઇ, હિલોર દેવાત્કા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang