• સોમવાર, 20 મે, 2024

કચ્છના વિદ્યાર્થીઓની મહેનત ફળી : 12મા ધોરણમાં સફળતાની ભેટ

વિજ્ઞાન પ્રવાહમાં 84.32 ટકા પરિણામ 21ને -વન ગ્રેડ, માંડવી મોખરે : અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 9 : ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.?12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. કચ્છનું 84.32 ટકા સાથે છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઊચું પરિણામ આવ્યું છે. કસોટીની એરણે ચડેલા જિલ્લાના કુલ 1307માંથી 21 તેજસ્વી તારલાએ -વન ગ્રેડમાં સ્થાન મેળવવાની વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કચ્છનું પરિણામ ગત વર્ષ કરતાં 13.44 ટકા ઊંચું આવ્યું છે, તો રાજ્ય કરતાં 1.87 ટકા વધુ આવ્યું છે. કારકિર્દી ઘડતરની કેડી જ્યાંથી આગળ જતાં ધોરીમાર્ગમાં ફેરવાય છે, તેવી મહત્ત્વની કસોટી કચ્છમાં નોંધાયેલા 1312માંથી 1307 છાત્રોએ આપી હતી, જેમાંથી 1102 છાત્ર સફળ થયા છે. આદિપુરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલના મીત કાંતિલાલ વાઘમશી 94 ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કચ્છનાં ચાર કેન્દ્ર પરથી બોર્ડની પરીક્ષા લેવાઈ હતી, જેમાં સળંગ ત્રીજા વર્ષે મોખરે રહેલાં માંડવી કેન્દ્રના 137માંથી 122 વિદ્યાર્થીને પ્રમાણપત્ર પ્રાપ્તિમાં સફળતા મળતાં કેન્દ્રનું પરિણામ 89.05 ટકા આવ્યું છે. દરમ્યાન એક વાત વચ્ચેથી નોંધવી પડે તેવી છે કે, વર્ષે જિલ્લાનું પરિણામ વધ્યું છે, પરંતુ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર છાત્રોની સંખ્યા થોડીક ઘટી છે. જિલ્લાના કુલ 1307માંથી 210 પરીક્ષાર્થીના પરિણામમાં હજુ સુધારો લાવવાની (વધુ મહેનતની) જરૂર છે, તેવી નોંધ શિક્ષણ બોર્ડના મુલ્યાંકનકારોએ કરી હતી. કચ્છમાં મોખરે રહેવાની હેટ્રિક કરનાર માંડવી કેન્દ્ર પરથી પરીક્ષા આપનાર 137માંથી 122 છાત્ર સફળ થયા છે, તો બીજાં સ્થાને રહેનાર ગાંધીધામ કેન્દ્રના 378માંથી 322 એટલે કે, 85.19 ટકા વિદ્યાર્થીને સફળતા મળી છે. વીતેલાં વર્ષનું ત્રીજું સ્થાન જાળવી રાખનાર ભુજ કેન્દ્ર પરથી સૌથી વધુ 723 છાત્રો કસોટીની એરણે ચડયા હતા, જેમાંથી 601 એટલે કે, 83.47 ટકા છાત્રો સફળ થયા છે, તો 122 છાત્રોના પરિણામ પત્રકમાં હજુ સુધારો જરૂરી હોવાની નોંધ જોવા મળી છે.  ચોથાં સ્થાને રહેલાં અંજાર કેન્દ્રના 72માંથી 7 એટલે કે, 79.17 વિદ્યાર્થીને સફળતા મળી છે. અહીં ઉલ્લેખ ખાસ કરવો રહે કે, 2018ના વર્ષથી સતત પાંચ વર્ષ સુધી એટલે કે, વીતેલાં વર્ષ સુધી ધો.?12?વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કચ્છનું પરિણામ 80 ટકા કરતાં નીચું રહ્યું હતું. વખતે 80?ટકાથી વધુ સફળતા કચ્છના છાત્રોએ મેળવી છે. - સા. પ્રવાહનું 94.23 ટકા `અસામાન્ય' પરિણામ, 136 -વન, 11 કેન્દ્ર 90 ટકા સફળ : ભુજ, તા. 9 : ગુજરાત રાજ્યના શિક્ષણબોર્ડ દ્વારા લેવાયેલી બારમા ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ `અસામાન્ય' આવ્યું છે. કચ્છે 94.23 ટકા સાથે `ઐતિહાસિક' લેખી શકાય તેવી સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહ જેમ સામાન્ય પ્રવાહમાં પણ પાંચ વર્ષનું સૌથી ઉંચું પરિણામ આવ્યું છે. રાજ્યના શિક્ષણબોર્ડે ગુરૂવારે જારી કરેલા આંકડા પર નજર કરીએ તો, કચ્છનું વિતેલા વર્ષની તુલનાએ 9.64 ટકા વધુ અને રાજ્યના પરિણામ કરતાં 2.3 ટકા વધુ પરિણામ આવ્યું છે.જિલ્લામાંથી પરીક્ષા આપનાર 10,362માંથી 136 એટલે કે, વિતેલા વર્ષ કરતાં 91 વધુ છાત્રએ -વન ગ્રેડની વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલયની કિંજલ શશીકાંત સોનેજીએ 97 ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  જિલ્લાના કુલ્લ 12 કેન્દ્ર પર લેવાયેલી પરીક્ષામાં માત્ર 626 છાત્રમાં પરિણામમાં સુધારાની જરૂર હોવાની નોંધ જોવા મળી હતી. વખતે નવા ઉમેરાયેલા ખાવડા કેન્દ્ર સહિત 12 કેન્દ્રમાંથી સામાન્ય પ્રવાહમાં પણ 96.67 ટકા સફળતા સાથે માંડવી કેન્દ્ર મોખરે રહ્યું છે. પહેલીવાર પરીક્ષા આપનાર ખાવડાના 90માંથી 46 એટલે કે, 51.11 ટકા છાત્ર સફળ થતાં કેન્દ્ર સૌથી છેલ્લાં સ્થાને છે. અહીં ખાસ ઉલ્લેખ કરવા જેવી હકીકત તો છે કે, ખાવડાને બાદ કરતાં રાપર, પાનધ્રો જેવા નાના કેન્દ્રો સહિત તમામ 11 કેન્દ્રનું પરિણામ 90 ટકાથી ઉપર રહ્યું છે. બીજી તરફ મોખરે રહેલા માંડવી સહિત પાંચ કેન્દ્રને 95 ટકાથી વધુ સફળતા મળી છે. કચ્છના સાત મુખ્ય અને પાંચ પેટા મળીને કુલ 12 કેન્દ્ર પરથી પરીક્ષા આપનારા કુલ 10,390માંથી 9764 પરિક્ષાર્થી પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. એક સ્થાનની પ્રગતિ સાથે ટોચ પર રહેલા માંડવીના 1292માંથી 1249 એટલે કે 96.67 ટકા છાત્રોને સફળતા મળી છે. ટોચના પાંચ કેન્દ્રમાં વખતે કચ્છના કાંઠાળ વિસ્તારોએ મેદાન માર્યું છે. તો પુર્વ કચ્છના એક પણ કેન્દ્રને સ્થાન નથી મળ્યું. કુલ 95.89 ટકા સફળતા સાથે બીજા સ્થાને રહેલા મુંદરાના 754માંથી 723 છાત્ર સફળ થયા છે. તો 322માંથી 308 છાત્રની સફળતાના કારણે 95.65 ટકા સાથે નલિયા?ત્રીજા સ્થાને છે.ચોથા સ્થાને રહેલા ભુજ કેન્દ્ર પરથી સૌથી વધુ 2622 છાત્ર કસોટીની એરણે ચડયા હતા જેમાંથી 2491 એટલે કે, 95.23 ટકા વિદ્યાર્થી સફળ થયા છે. ત્યાર બાદ પાંચમા સ્થાને રહેલા પાનધ્રોના 139માંથી 131 એટલે કે 94.24 ટકા, છઠ્ઠાં સ્થાને રહેલાં ભચાઉના 94.10 ટકા અર્થાત 813માંથી 765 છાત્ર સફળ થયા છે. નખત્રાણા કેન્દ્ર 93.95 ટકા સાથે સાતમા ક્રમે રહ્યું છે. કેન્દ્રના 562માંથી 528 છાત્ર સફળ થયા છે. આઠમું સ્થાન પામનાર આદિપુરના 696માંથી 653 એટલે કે 93.82 ટકા છાત્રને સફળતા મળી છે. અંજાર 1004માંથી 941 એટલે કે 93.73 ટકા વિદ્યાર્થીની સફળતા સાથે નવમા સ્થાને રહ્યું છે. 10મા સ્થાને રહેલા રાપરના 701માંથી 653 અર્થાત 93.15 ટકા અને 11મા સ્થાને રહેલા ગાંધીધામના 92.90 ટકા એટલે કે 1367માંથી 1270 છાત્રને સફળતા મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang