• શનિવાર, 27 જુલાઈ, 2024

અંજારની રેલવે દ્વારા સતત અવગણનાથી અસંતોષ

અંજાર, તા. 22 : રેલવે દ્વારા અંજારની સતત અવગણના કરવામાં આવી રહી છે. ઐતિહાસિક નગર માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર બેથી ત્રણ સિવાય અન્ય કોઈ ટ્રેનના સ્ટોપ આપવામાં આવતા અસંતોષની લાગણી પ્રસરી ગઇ છે.   રેલવે દ્વારા કરાતી અવગણનાની હવે તો હદ થઈ ગઈ, મુસાફરો ટિકિટ કઢાવવા જાય તો 2 બારી પૈકી એક બારી બંધ દેવાઈ હતી અને એક બારી પરથી રિઝર્વેશન તથા લોકલ ટિકિટ લેવાની તેવું બોર્ડ લગાડી દેવાયું છે. એકમાત્ર સાબરમતી એક્સપ્રેસ જેવી ટ્રેન હતી. જેમાં લોકો સરળતાથી જઈ શકતા હતા, પરંતુ ટ્રેન પણ 18 તારીખે બંધ કરી નાખી છે. કચ્છ એક્સપ્રેસ તથા સયાજી એક્સપ્રેસમાં હંમેશા લાંબા વેઇટીંગ ચાલે છે તેમજ ટિકિટો કન્ફર્મ થતી નથી. લોકોને જબરજસ્તીથી ખાનગી લક્ઝરી બસોમાં જવા માટે મજબુર થવું પડે છે. નાના લોકો ઊંચા ભાડા ખર્ચી અને કેવી રીતે જઈ શકે? જ્યારે ગાંધીધામથી રાતે બાર વાગે સ્પેશિયલ ટ્રેન ગાંધીધામથી બાંદ્રા દોડાવવામાં આવે છે. જે ટ્રેન લગભગ ખાલી જાય છે. તેને ભુજ સુધી લંબાવી, અંજારમાં સ્ટોપ આપવામાં આવે તો રેલવેને પણ સારી આવક થાય અને ગાંધીધામ નહિ, પરંતુ કચ્છના  લોકોને રાહત થવાનો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang