• સોમવાર, 20 મે, 2024

ધો. 12 નું પરિણામ : વિજ્ઞાન પ્રવાહનું 82 ટકા, સામાન્યનું 92 ટકા

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક દિવસે જાહેર કરાયું છે. સાથે ગુજકેટ નું પરિણામ પણ આજે જાહેર કરાયું છે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું  82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલીનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 18.66 ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 16.87 ટકા ઊંચું આવ્યું છે.  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 1,30,650 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 91,625 વિદ્યાર્થી ઉત્તિર્ણ થયા છે. સાથે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા નોંધાયું છે.જેમાં કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ જાહેર થયું હતું. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થયું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, મોરબી જીલ્લાનું સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુર જીલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થવા પામ્યું હતું.છોકરાઓનું પરિણામ 82.53% રહ્યું છે, જયારે છોકરીઓનું 82.35 % રહ્યું છે. 1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 1,034 છે, 2 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 8,983 છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.92% છે જયારે ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 81.94% છે. ગ્રુપના ઉમેદવારોનું રિઝલ્ટ 90.11% છે જયારે ગ્રુપના ઉમેદવારોનું 78.34% રિઝલ્ટ છે.  જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં કુલ 3,78,268 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3,47,738 વિદ્યાર્થીઓ પાસ થયા છે, સાથે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા નોંધાયું છે.જેમાં કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું. 51.11 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં બોટાદ જીલ્લાનું સૌથી વધુ 96.40 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જીલ્લાનું સૌથી ઓછું 84.81 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 1609 છે.જ્યારે 19 સ્કૂલોનનું 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 માં આપણે પ્રવાહવાર ઉમેદવારોની વાત કરીએ તો, સામાન્ય પ્રવાહમાં 91.92 ટકા પરિણામ, તો વ્ય. પ્રવાહ (કોમર્સ) માં 89 ટકા પરિણામ, તો ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 93.85 ટકા પરિણામ નોંધાયું છે. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો, 1 ગ્રેડ મેળવનાર 5508 વિદ્યાર્થી રહ્યા, વ્ય. પ્રવાહ (કોમર્સ) માં 03 વિદ્યાર્થી તો ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 11 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. જ્યારે પર્સન્ટાઈલ મુજબ પરિણામની વાત કરીએ તો, સામાન્ય પ્રવાહમાં 99 પર્સન્ટાઈલ મેળવનાર 4189 વિદ્યાર્થી રહ્યા, તો . ઉત્તર બુનિયાદીમાં 7 ઉમેદવારોએ 99 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યો છે. ઉપરાંત વિષયવાર પરિણામ જોઇએ તો, ગુજરાતી વિષયમાં સૌથી સારૂ રિજલ્ટ 99.10 જોવા મળ્યું છે, તો કમ્પ્યુટરમાં ઓછુ 90.95 ટકા પરિણામ જોવા મળ્યું છે. - 57 કેદીએ આપી પરીક્ષા, 37 ઉત્તીર્ણ : અમદાવાદ, તા. 9 : દર વર્ષની જેમ ગુજરાત બોર્ડ દ્વારા જેલના કેદીઓ માટે પણ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 2024 ના ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલમાં બંધ બંદીવાનો માટે જેલની અંદર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષે કુલ 57 કેદીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 37 ઉત્તીર્ણ થયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang