ગાંધીધામ, તા. 2 : ભુજ તાલુકાના ખાવડા પંથકના
કુરનની સીમમાં આર.ઇ. પાર્કમાંથી રૂા. 1,25,000ના વીજ કંપનીના સામાનની ચોરી થઇ હતી જે અંગે બે શખ્સ સામે ગુનો
દર્જ કરાયો હતો. કુરનના આર.ઇ. પાર્કમાં સ્ટ્રલિંગ વિલ્સન કંપનીમાં ચોરીનો આ બનાવ બન્યો
હતો. આ કંપનીમાં સિક્યુરિટીના માણસો ચોકીદારી કરી રહ્યા હતા, ત્યારે કંપનીના પ્લોટ 1-2ની બાજુમાંથી રણમાં ખુલ્લા
કાચા રસ્તેથી બે શખ્સ પગપાળા આવતા નજરે પડતાં શંકાસ્પદ લાગતાં ચોકીદોરોએ તેમને પડકાર્યા
અને તેમનો પીછો કર્યો હતો. તેવામાં આ શખ્સોએ પોતાની પાસે રહેલો થેલો મૂકીને નાસી ગયા
હતા, આ થેલામાંથી સામાન તથા સુરેન્દ્ર શિવરામ સિંગરનો બોર્ડર પાસ મળી આવ્યો હતો. આ શખ્સોએ પાંચેક
દિવસ પહેલાં આ કંપનીમાં ગમે તે રીતે કોઇ પણ સમયે ઘૂસ્યા હતા અને તેમાંથી જુદા-જુદા આકારના બસબાર નંગ-10 તથા 25 એમ.એમ.ની જુદી-જુદી પટ્ટીઓની
ચોરી કરી ગૂંચડો કર્યો હતો. તે 25 કિલોનો હાથ
માર્યો હતો. રૂા. 1,25,000ની
ચોરી અંગે ખાવડા પોલીસ મથકે કંપનીના સંજીવકુમાર સુરેન્દ્રકુમાર સિંઘે ફરિયાદ નોંધાવી
હતી.