• સોમવાર, 03 નવેમ્બર, 2025

સામખિયાળીમાં કેબિનમાંથી 5.66 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 2 : વાગડમાં ભચાઉ તાલુકાના  સામખિયાળી અને વોંધ ખાતે અંગ્રેજી પ્રકારના શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે બે જણ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન 5.72 લાખનો શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સમખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પતરાંની કેબિનમાં શરાબનું વેચાણ કરાતું હોવાથી પોલીસને મળી હતી. ગત મોડી રાત્રે કરેલી કાર્યવાહી દરમિયાન પોલીસને જોઈને આરોપીએ દોટ લગાવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા પ્રયાસ કાર્ય હતા, પરંતુ અંધારાનો લાભ લઇ શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.  પતરાંની કેબિનમાં તપાસ કરતાં તેમાંથી દારૂનો જથ્થો નીકળી પડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન રોયલ સ્ટેગ સુપર વ્હીસ્કી, રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કી, 8 પીએમ રેર વ્હીસ્કી, ઓલ સિઝન રિઝર્વ વ્હીસ્કી, ગ્રીન લેબલ ડિલક્સ વ્હીસ્કી, કાઉન્ટી ક્લબ ડિલક્સ વ્હીસ્કીની બોટલો, ક્વાર્ટરિયાં કબજે કરાયાં હતાં. કુલ 5.66 લાખનો શરાબ કબજે કરાયો હતો. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના વોંધમાં ગત મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડી પાસે આરોપી મહેશ ઉર્ફે બબો મોતી કોલીને ઝડપી પડયો હતો. તેની પાસે રહેલા થેલામાંથી રૂા. 6800ની કિંમતની પાંચ બોટલ કબજે કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી સલીમ મામદ માંજોઠી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

Panchang

dd