ગાંધીધામ, તા. 19 : શહેરમાં
ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં છ આરોપીની રોકડા
રૂા. 93665
સાથે ધરપકડ
કરી હતી.ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા છ ખેલી કાયદાના
સંકજામાં આવ્યા હતા. પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે શહેરના બેકિંગ સર્કલ
પાસે સંજના અર્થ મુવર્સ નામની ઓફિસમાં આરોપી વિનોદ કલવાણી બહાર ખેલીઓ બોલાવી જુગાર
રમી રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં
આરોપી વિનોદ, શશીકાન્તભાઈ મિલનભાઈ ધનવાણી,હિતેશ હરેશભાઈ ટેવાણી,પાર્થ વિજયભાઈ બેલાણી, હિમ્મતસિંહ ભીમસિંહ વાધેલા,નિતેષ શ્યામભાઈ ટેવાણી,
દિપ શ્યામભાઈ ટેવાણીની ધરપકડ થઈ હતી. પકડાયેલા તહોમતદારો પાસે રોકડા
રૂા.93,665,સાત મોબાઈલ ફોન કિં.રૂા.2,70 લાખ ત્રણ વાહન કિં.રૂા.5,50 લાખ
સહિત કુલ રૂા.9,13,665 નો મુદામાલ હસ્તગત લીધો હતો. સામખિયાળી
પોલીસે ભચાઉ તાલુકાના વાંઢીયા ગામના મેઘવાળ વાસમાં જાહેરમાં રમતા જુગારના પડ ઉપર
દરોડો પાડયો હતો.આ કાર્યવાહીમાં આરોપી રાજુભાઈ બલુભાઈ પરમાર,દિનેશભાઈ વશરામભાઈ પરમાર,અયુબ હાજીભાઈ હાલા, રાજેશ વેલાભાઈ ગોહિલ,લખમણભાઈ છગનભાઈ કોળી,મનસુખ શામજીભાઈ પરમારની રોકડા
રૂા.25,900,ચાર મોબાઈલ ફોન કિંરૂા.15,500 સહિત
કુલ રૂા.41,400 ના મુદામાલ સાથે ધરપકડ થઈ હતી.