• રવિવાર, 01 જૂન, 2025

ભચાઉમાં બે પોલીસ કર્મચારીની હત્યામાં વધુ એક તોહમતદાર જબ્બે

ગાંધીધામ, તા. 19 : ભચાઉના લોધેશ્વરથી ખરોઇ જતા માર્ગ ઉપર કુંજીસર નજીક દારૂ ભરેલી ગાડી પોલીસ ઉપર ચડાવીને બે પોલીસ જવાનોની હત્યામાં 22 વર્ષથી નાસતા વધુ એક આરોપીને સ્થાનિક ગુના શોધક શાખાએ ભચાઉથી ઝડપી પાડ્યો હતો. પોલીસના સત્તાવાર સૂત્રે વિગતો આપતાં જણાવ્યું હતું કે ગત તા. 15/12/2003ના પોલીસને બે ગાડીઓમાં શરાબ ભરાઈને આવતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે કુંજીસર નજીક પોલીસે વોચ રાખીને ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગાડી ચડાવીને બે પોલીસ કર્મચારીઓની હત્યા કરી હતી. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તત્કાલીન સમયે ભચાઉ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ અગાઉ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રાજસ્થાનના ખારા (રાઠોડ)ના આરોપી રહેમતાસિંહ ઉર્ફે રેવન્તાસિંહ ભુરજી ઉર્ફે ભુરાસિંહ રાઠોડ ફરાર થઈ ગયો હતો. 22 વર્ષથી ભાગેડુ આરોપીને સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે ભચાઉથી ઝડપી પાડ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd