ગાંધીધામ, તા. 19 : કચ્છમાંથી
તડીપાર કરાયેલ શખ્સ ફરી કચ્છની અંદર
પ્રવેશતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. સબ ડિવિઝનલ
મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી અલ્તાફ ઉર્ફે કારો રમઝાન કકલ (રહે. મિયાણીવાસ, સેવન સોસાયટી, મકાન નં. 95, કિડાણા)ને કચ્છ જિલ્લામાંથી તથા જિલ્લાને અડીને આવેલા જિલ્લાની હદમાંથી બે
માસ માટે તડીપાર કરવા આદેશ અપાયો હતો. આ આદેશનો ઉલ્લંઘન કરી આ શખ્સ સક્ષમ
અધિકારીની પરવાનગી વિના કચ્છની હદમાં પ્રવેશ્યો હતો. પોલીસે આ આરોપીને કિડાણા
ખાતેથી પકડીને તડીપાર ભંગનો ગુનો નોંધી
આગળની તપાસ આરંભી છે.