ભુજ, તા. 19 : ચેક
બાઉન્સ થવાના કેસમાં હરિપરના આરોપી સંજય મસાભાઇ ભરવાડને એક વર્ષની સજા ફટકારતો
હુકમ અદાલતે કર્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ વર્ષ 2021માં
આરોપી સંજય મસાભાઇ ભરવાડે ફરિયાદી હસમુખ એમ. મરંડ પાસેથી મિત્રતાના નાતે હાથ ઉછીના
રૂપિયા લીધા હતા. આરોપીએ ફરિયાદીને રકમ પેટે રૂા. 40,000નો લેણી રકમનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થતાં ફરિયાદ
કરવામાં આવી હતી. આ કેસ પાંચમા અધિક ચીફ જ્યુ. મેજિ. એચ. એ. બારડની કોર્ટમાં ચાલી
જતાં આરોપી સંજયને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 40 હજાર
વળતરનો હુકમ કર્યો છે. ફરિયાદી વતી એડવોકેટ જગદીશ પી. ગુંસાઇ, કેશવ જે. ભદ્રુ હાજર
રહ્યા હતા.