• રવિવાર, 01 જૂન, 2025

ગળપાદરમાં 5200ના દારૂ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 19 : તાલુકાના ગળપાદર ગામમાંથી પોલીસે દારૂની ચાર બોટલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. તિરુપતિ ટિમ્બર ગલી નંબર-9 રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં આવતા આરોપી   રોહિતસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની પોલીસે અંગઝડતી લીધી હતી. દરમ્યાન તેની પાસેના થેલામાંથી  ભારતીય બનાવટની વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી. પકાડેલા દારૂના જથ્થાની કિંમત રૂા. 5200 આંકવામાં આવી છે. આ જથ્થો કોણે આપ્યો અને ક્યાંથી આવ્યો છે સહિતની દિશામાં પોલીસે તપાસ આરંભી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd