• રવિવાર, 01 જૂન, 2025

મુંદરામાં કન્ટેરનું સીલ તોડી ભંગાર બેટરીઓ ઉઠાવનાર જબ્બે

ભુજ, તા. 11 : મુંદરામાં પેટ્રોલિંગ દરમ્યાન એલસીબીએ બાતમીના પગલે કન્ટેનરચાલકની મદદથી કન્ટેરનું સીલ તોડી ભંગાર બેટરીઓની ઉઠાંતરી કરનારા અંજારના શખ્સને શંકાસ્પદ બેટરીઓના જથ્થા સાથે ઝડપી લીધો છે. આ અંગે એલીસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ એ.એસ.આઈ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, વિવેક વિજયભાઈ વિસાણી (રહે. અંજાર) હાલે મોમાય કૃપા હોટલ પાછળના ભાગે ગેરકાયદેસર રીતે બેટરીનો ભંગાર રાખી રહ્યા છે. આ બાતમીના પગલે એલસીબીએ ઘટના સ્થળે જઈ વિવેક પાસેથી અલગ-અલગ કંપનીની નાની-મોટી સાઈઝની બેટરીઓ-91, કિ.રૂા. 91,000 તથા ગ્લાઈન્ડર મશીન કિ. રૂા. 3000 મળી આવ્યો હતો. બેટરીના આધાર-પુરાવા માગતા તેની પાસે ન હતા. આ બાબતે પૂછતા તણે જણાવ્યુ કે, પાર્કિંગમાં ઉભેલા કન્ટેરના ચાલક પાસેથી મેળવી છે. તેણે તથા ચાલકે કન્ટેન્રનો શીલ ગ્લાઈન્ડર મશીનથી તોડી તેમાંથી આ બેટરીઓ કાઢી છે. કન્ટેનર સહિત કુલ્લે રૂા. 11,00,150ના મુદામાલ સાથે આરોપી વિવેકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વિવેક વિરુદ્ધ અગાઉ અંજારમાં જુગાર અને મારામારીના ગુના દાખલ થઈ ચૂક્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd