• રવિવાર, 01 જૂન, 2025

ભચાઉમાં બાવળની ઝાડીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

ગાંધીધામ, તા. 11 : ભચાઉ નજીક રિસોર્ટ પાસે બાવળની ઝાડીમાં કોહવાઈ ગયેલી 30થી 35 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન કોણ છે તથા તેનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ભચાઉમાં ખાનગી રિસોર્ટ પાસે બાવળની ઝાડીમાં ગઈકાલે સાંજે આ લાશ મળી આવી હત, અર્ધનગ્ન હાલતમાં મળેલી આ લાશ કોહવાઈ ગયેલી હતી. 30થી 35 વર્ષીય અજાણ્યા આ યુવાને ગ્લુ રંગનું જીન્સનું પેન્ટ પહેર્યું છે, પગમાં ચપ્પલ કે બુટ જણાયા ન હતા. ત્રણ-ચાર દિવસ થઈ ગયા હોવાથી તેના નાક, મોઢા અને આંખમાંથી લોહી નીકળ્યું હતું. તેની ઝીણી-ઝીણી દાઢી પણ છે. આ યુવાન બાવળની ઝાડીમાં શું કરવા ગયો હશે? તે કોણ છે? તેનું મોત કેવા કારણોસર થયું હશે તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. તેના મોત અંગે લાશનું પીએમ કરાવવા જામનગર લઈ જવાઈ હોવાનું તપાસ કરનાર પી.એસ.આઈ. જિજ્ઞાબેન જે. ત્રિવેદીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd