• રવિવાર, 01 જૂન, 2025

નાના અંગિયામાં જુગાર રમતા ચાર ખેલી ઝડપાયા

ભુજ, તા. 11 : નખત્રાણા તાલુકાના નાના અંગિયામાં આજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર જુગારીને નખત્રાણા પોલીસે ઝડપી લીધા હતા. આજે નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે નાના અંગિયાની સીમમાં બાબુલાલ પારિસયાની વાડીના શેઢા પાસે ગંજીપાના વડે જુગાર રમતા બાબુલાલ લાલજી પારસિયા (નાના અંગિયા) અને રમેશ નાનજીભાઈ ગરવા, મનસુખનાથ શંકરનાથ નાથબાવા તથા ઈસ્માઈલ અલીમામદ બકાલી (રહે. તમામ મોટા અંગિયા)ને રોકડા રૂા. 12,650ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd