ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાનાં મેઘપરમાં પાંચ શખ્સે ધારિયા, છરી, પાઈપ વડે હુમલો કરતાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. મેઘપરમાં રહેનાર ફરિયાદી
ગુણવંત નારણ તથા તેમના પરિવારજનો ગઈકાલે રાત્રે ઘરના આંગણામાં જમી રહ્યા હતા,
ત્યારે આરોપી હરિ ઈશ્વર ચૌહાણ, પરસોત્તમ બાબુ ચૌહાણ,
રામ પરસોત્તમ ચૌહાણ, શ્યામ પરસોત્તમ, રાજ કમલેશ ચૌહાણ નામના શખ્સો છરી, ધારિયા, પાઈપ, ધોકા સાથે ત્યાં ધસી આવ્યા હતા અને સચિને મારી
ઘરવાળી સાથે પ્રેમલગ્ન કેમ કર્યાં તેમ કહી સચિન ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદી અને દીપેશ
વચ્ચે પડતાં આ શખ્સોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. ઘવાયેલા ત્રણેયને ભુજ લઈ જવાયા
હતા જ્યાં ફરિયાદીને હાથ અને માથામાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાથી તેમને વધુ સારવાર
અર્થે આદિપુર લઈ જવાયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.