• રવિવાર, 01 જૂન, 2025

કિડાણામાં ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવી લૂંટની કોશિશ

ગાંધીધામ, તા. 11 : તાલુકાના કિડાણામાં ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવી પોંચી, થેલાની લૂંટની કોશિશ કરતાં શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કિડાણામાં ગૌશાળાની વાડીમાં કાસેઝ પાસે રહેનાર ફરિયાદી અમરસિંહ મેરામણ કોળી અને તેમનો પરિવાર ગત મોડી રાત્રે સૂતો હતો. પતિ-પત્ની બહાર તથા ત્રણ સંતાન ઘરના દરવાજા ખુલ્લા રાખી સૂતા હતા. દરમ્યાન મોડી રાત્રે કિડાણાનો રમજાન ઉર્ફે ટિટુડો ચાવડા નામનો શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને નિરંજન નામનાં બાળકને છરી બતાવી તેની પાસેથી પોંચી છીનવી લીધી હતી અને થેલો ઉપાડી લીધો હતો. રાડારાડ થતાં ફરિયાદી અંદર જઈ આ શખ્સને રોકવા જતાં તેણે છરીથી હુમલો કરતાં ફરિયાદીને ઘસરકો થયો હતો, તેવામાં આ શખ્સ પોંચી, થેલો અને છરી ત્યાં જ નાખીને નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd