• ગુરુવાર, 22 મે, 2025

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેનાર શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 20 : શહેરના રમતગમત સંકુલના ખૂણા પાસે બાઈક પર બેસીને મોબાઈલમાં આંકડાનો જુગાર લેનાર શખ્સને પોલીસે પકડી પાડયો હતો.શહેરના ઓમ સિનેમા નજીક નાયરા પેટ્રોલપંપ પાસે રમતગમત સંકુલના ખૂણા પાસેથી આદિપુરના ઈશ્વર નાગશી ગઢવી નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ બાઈક નંબર જી.જે-39-ઈ-7706 અહીં રાખી મોબાઈલમાં વોટ્સએપ થકી મિલન નાઈટ ઓપનમાં આંકડાનો જુગાર રમી રહ્યો હતો. તેની અટક કરી તેની પાસેથી મોબાઈલ, બાઈક, રોકડ રૂા. 980 જપ્ત કરાયા હતા. આ શખ્સ આંકડો લઈને આદિપુરના થારૂ લધા ગઢવીને લખાવતો હતો. હાથમાં ન આવેલા થારૂ ગઢવીને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd