• સોમવાર, 20 મે, 2024

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે રૂા. 91.71 લાખ પરત અપાવ્યા

ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે એપ્રિલ-2024માં  ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં અરજદારોના ગયેલા રૂા. 91,71,977 પરત અપાવ્યા હતા. એમ.ટી.એમ , લોન, લોટરી, નોકરીની લાલચ, ઓનલાઈન  ખરીદી તથા ખરીદી વળતર, આર્મીમેનનાં નામે  વેબસાઈટના માધ્યમ ઉપર ખરીદી સહિતના પ્રકારે નાગરિકો ઓનલાઈન છેતરપિંડીના કારસામાં  ફસાય છે. આવા સી.આઈ.ડી. ક્રાઈમ તળે સંચાલિત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલનું સાયબર ક્રાઈમ ઈન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ ભોગ બનનારનાં નાણાં પરત મેળવવા માટે એકશન મોડમાં આવે છે. જે ખાતાંમાં ભોગ બનનારનાં નાણાં ગયાં હોય તે બેંક ખાતાંને ફ્રીઝ કરવા અથવા તો નાણાં તે ખાતાંમાંથી પણ અન્ય ખાતાંમાં ગયાં હોય તો  તેની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ,  સી.આઈ.ડી. ક્રાઈમ નોટિસ આપી બેંકો પાસે નાણાં ફ્રીઝ કરવામાં આવે છે.એપ્રિલમાં  સાયબર ક્રાઈમ પોલીસે અટકાવેલી રાખવામાં આવેલી રકમ અરજદારોને પરત આપવા માટે અદાલતમાં કાનૂની કાર્યવાહી સંપન્ન કરાવી હતી. અદાલતના આદેશ બાદ ભોગ બનનારના ખાતામાં ગયેલી રકમ પરત જમા થઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang